
હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ રાજસ્થાનમાં પહોંચેલું ‘વેલ માર્ક લો પ્રેશર’ હવે ગણતરીના કલાકોમાં જ ગુજરાતમાં એન્ટ્રી કરશે જેને લઈને આગામી 48 કલાક ગુજરાતીઓને ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હોય તમામને સતર્ક રહેવા આદેશ આપવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે, ગુજરાત પહોંચતા જ આ સિસ્ટમ વધુ મજબૂત બનીને ડિપ્રેશન બની શકે છે. જેના કારણે ગુજરાતના મોટા ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવના છે.
જો આ સ્થિતિ રહી તો આ સિસ્ટમ ચાલુ ચોમાસાની સૌથી શક્તિશાળી સિસ્ટમ સાબિત થઈ શકે છે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની પણ શક્યતા છે. જેનો મતલબ એ થાય છે કે, કેટલાક વિસ્તારમાં 24 કલાકમાં 11 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. આ જ કારણ છે કે હવામાન વિભાગ દ્વારા રાજ્યના 25 જિલ્લામાં મધ્યમથી લઈને ભારે પૂરની સ્થિતિનું એલર્ટ જાહેર કર્યું છે.

જેમાં અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભરૂચ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા, વલસાડ, કચ્છ, બોટાદ, ભાવનગર, મોરબી, જામનગર, રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લામાં મધ્યમથી ભારે પૂરની સ્થિતિ સર્જાય તેવી સ્થિતિ છે.
ગુજરાતી નજીક રાજસ્થાનના દક્ષિણ મધ્યમાં બનેલી વરસાદી સિસ્ટમ (સાઈક્લોનિક સર્ક્યુલેશન)ની અસર ગુજરાત પર જોવા મળી રહી છે જેના કારણે કેટલાક સ્થળો પર અસાધારણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આગામી 48 કલાકમાં પવન સાથે ગુજરાતમાં ભારે વરસાદ આવશે. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ત્રાટકશે. ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાતના મહીસાગરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી ભારે વરસાદ આવશે. આજે રાજ્યના મોટભાગના વિસ્તારોમાં 4થી 10 ઇંચ વરસાદ પડશે. આમ, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.
6 સપ્ટેમ્બરઃ
રેડ એલર્ટઃ સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર
ઓરેન્જ એલર્ટઃ રાજકોટ, મોરબી, બોટાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ.
યલો એલર્ટઃ બાકીના તમામ જિલ્લામાં યલો એલર્ટ રહેશે.
7 સપ્ટેમ્બરઃ
રેડ એલર્ટઃ કચ્છ
ઓરેન્જ એલર્ટઃ મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર
યલો એલર્ટઃ જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ












