ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

ICRA: વૈશ્વિક અનિશ્ચિતતા અને જિયો પોલીટિકલ તણાવને કારણે ભારતનો જીડીપી દર 6.2 ટકા રહેવાનું અનુમાન

નવી દિલ્હી, 26 જૂન, 2025: ક્રેડિટ રેટિંગ એજન્સી ICRA-ઇકરાએ નાણાંકીય વર્ષ 2025-26 માટે ભારતની જીડીપીના વૃદ્ધિ દરનુ અનુમાન ઘટાડીને 6.2 ટકા કર્યુ છે. આ પહેલા 2025માં આ અનુમાન 6.5 ટકા હતું. ઇકરાના રિપોર્ટ અનુસાર પશ્ચિમ એશિયાના તણાવ, નાણાં બજારોમાં અસ્થિરતા અને અનિશ્ચિત વેપાર નીતિઓ ભારતની જીડીપી માટે જોખમ પેદા કરી શકે છે. એજન્સીએ જણાવ્યું હતું કે જો ચોમાસુ સામાન્ય રહે અને ક્રૂડ ઓઇલની કિંમત સરેરાશ 70 ડોલરની આસપાસ રહેશે તો ભારત 6.2 ટકા વિકાસ દર હાંસલ કરી શકે છે.

આર્થિક ગતિવિધિઓ દરમિયાન રહેશે મિશ્ર સ્થિતિ

એજન્સી માને છે કે નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પ્રથમ બે મહિનામાં આર્થિક પ્રવૃત્તિઓમાં મિશ્ર વલણ જોવા મળી શકે છે. નાણાકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિક ગાળાની તુલનામાં 17 માંથી માત્ર 9 કૃષિ સિવાયના ક્ષેત્રોમાં સુધારો થયો છે. મે 2025માં ચોમાસાના વહેલા આગમનથી વીજળી અને ખાણકામ ક્ષેત્રો પર નકારાત્મક અસર પડી છે. આમ છતાં, કૃષિ ક્ષેત્રની સ્થિતિમાં થોડો સુધારો થવાની ધારણા છે. નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કૃષિ કુલ મૂલ્ય વર્ધન (GVA) લગભગ 4.5% વૃદ્ધિ પામી શકે છે. આખા વર્ષ માટે, તે 3.5 થી 4 ટકાની રેન્જમાં રહેવાની શક્યતા છે. બીજી તરફ, આવકવેરામાં રાહત, સંભવિત વ્યાજ દરમાં ઘટાડો અને ખાદ્ય ફુગાવામાં નરમાઈને કારણે શહેરી વપરાશની સંભાવનાઓ મજબૂત રહે છે.

ગ્રાહક ભાવાંક ઘટશે

ICRA અનુસાર, ગ્રાહક ભાવાંક  (CPI) આધારિત ફુગાવો ઘટીને 3.5 ટકા થશે. નાણાકીય વર્ષ 2025માં તે 4.6 ટકાના સ્તરે હતો. એજન્સી અનુસાર, નાણાકીય વર્ષ 26માં સરકારી મૂડી ખર્ચ (મૂડીખર્ચ) 14.2% વધવાની ધારણા છે, જે આર્થિક પ્રવૃત્તિને ટેકો આપશે. જોકે, સુસ્ત વૈશ્વિક માંગ અને ચીન તરફથી આયાત દબાણને કારણે ખાનગી રોકાણ પર માઠી અસર થઈ શકે છે.

આ પણ વાંચોઃ WEFનો રિપોર્ટઃ ફિનટેકમાં ટોચનું પ્રદર્શન કરનારા દેશોમાં ભારતનો સમાવેશ, AIથી વધી ઝડપ

Back to top button