ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

8 ટીમો, 4 સ્થાન અને વર્લ્ડ કપનું સપનું! ICCએ જાહેર કર્યું શેડ્યૂલ.

Nepal National Cricket Team: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આગામી વનડે વર્લ્ડ કપ ક્વોલિફાયર અંગે મોટી જાહેરાત કરી છે. ડિસેમ્બર 2026માં નેપાળમાં વર્લ્ડ કપ ક્વોલિફાયર પ્લેઓફનું આયોજન કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટની શરૂઆત 4 ડિસેમ્બરથી થશે. જેમાં દુનિયાની કુલ 8 ટીમો 2027ના વનડે વર્લ્ડ કપ માટેની બાકી રહેલી ચાર જગ્યાઓ મેળવવા માટે એકબીજા સામે ટકરાશે.

ટૂર્નામેન્ટની પ્રથમ મેચ યજમાન નેપાળ અને ઇટાલી વચ્ચે ત્રિભુવન યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. જ્યારે આ જ દિવસે નામિબિયા અને યુગાન્ડાની ટીમો મુલપાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર આમને-સામને આવશે. આ ઉપરાંત કેનેડા, કુવૈત, જર્સી અને UAEની ટીમો પણ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

4 સ્થાન માટે 8 ટીમો વચ્ચે થશે જોરદાર ટક્કર

2027ના વનડે વર્લ્ડ કપ માટે કુલ 10 ટીમો ગ્લોબલ ક્વોલિફાયરમાં ભાગ લેશે, જેમાંથી 6 ટીમોએ પહેલેથી જ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ 6 ટીમોમાં આયર્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝને રેન્કિંગના આધારે સ્થાન મળ્યું છે. જ્યારે USA, સ્કોટલેન્ડ, નેધરલેન્ડ્સ અને ઓમાન ક્રિકેટ વર્લ્ડ કપ લીગ-2 દ્વારા ક્વોલિફાય થઈ છે. હવે બાકીના ચાર સ્થાનો માટે નેપાળમાં ક્વોલિફાયર પ્લેઓફ રમાશે. આ ટૂર્નામેન્ટમાં ટોચના ચાર સ્થાને રહેનારી ટીમો ગ્લોબલ ક્વોલિફાયરમાં સ્થાન મેળવશે. ત્યારબાદ યોજાનારા ગ્લોબલ ક્વોલિફાયરમાં વિજેતા બનનારી ટીમને સીધો 2027ના વર્લ્ડ કપમાં પ્રવેશ મળશે. જ્યારે બીજા, ત્રીજા અને ચોથા સ્થાને રહેનારી ટીમો નવી સુપર સિરીઝમાં રમશે.

2027 વનડે વર્લ્ડ કપના શેડ્યૂલની પણ થઈ ચૂકી છે જાહેરાત

ICC મેન્સ વનડે વર્લ્ડ કપ 2027નું આયોજન 2 ઓક્ટોબરથી 21 નવેમ્બર સુધી દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની યજમાનીમાં કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 14 ટીમો વચ્ચે 12 મેદાનો પર 57 મેચ રમાશે. યજમાન હોવાના કારણે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને ટૂર્નામેન્ટમાં સીધો પ્રવેશ મળ્યો છે. જોકે, ત્રીજા યજમાન દેશ નામિબિયાએ વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે ક્વોલિફિકેશન મેચ રમવી પડશે.

આ પણ વાંચો:  રણબીરની ‘રામાયણ’ના 400 કરોડના બજેટ પર શું બોલ્યા સલમાન ખાન?

વર્લ્ડ કપ 2027માં ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ

ભારતીય ટીમ પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત 7 ઓક્ટોબરે કેપ્ટાઉનના ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમમાં વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. ત્યારબાદ કેપ્ટન શુભમન ગિલની આગેવાની હેઠળ ભારતીય ટીમ 10 ઓક્ટોબરે જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. ભારતની ત્રીજી મેચ 14 ઓક્ટોબરે સેન્ચુરિયનમાં કોઈ એક ક્વોલિફાયર ટીમ સામે રમાશે. ત્યારબાદ 24 ઓક્ટોબરે વિક્ટોરિયા ફોલ્સ સ્ટેડિયમમાં સહ-યજમાન ઝિમ્બાબ્વે સામે ટક્કર થશે.

આ પણ વાંચો: 56 ઘાટ, 30 લાખ દીવા અને 2100 ડ્રોન… અયોધ્યા રચશે નવો ઇતિહાસ!

Back to top button