ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારત કા રહેને વાલા હું, ભારત કી બાત સુનાતા હુંઃ પક્ષ વિરુદ્ધ કોંગ્રેસ નેતાના બદલાયા સૂર

નવી દિલ્હી, 29 જુલાઈ, 2025ઃ Congress leader Manish Tiwari’s change of tone against the party કોંગ્રેસના વિદ્વાન નેતાઓ એક પછી એક પોતાના જ પક્ષથી નારાજ થઈ રહ્યા છે અથવા પક્ષની પાકિસ્તાન તરફી નીતિનું સમર્થન કરવા તૈયાર નથી. તાજેતરમાં, ખાસ કરીને ઓપરેશન સિંદૂર પછી શશી થરૂર બાદ હવે મનીષ તિવારીએ પણ પક્ષથી અલગ સૂર આલાપ્યો છે. સંસદમાં ચાલી રહેલી ઓપરેશન સિંદૂરની ચર્ચામાં કોંગ્રેસ નરેન્દ્ર મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ પાર્ટીની આંતરિક અસંતોષ સતત સપાટી પર આવી રહ્યો છે. વિપક્ષની સૌથી મોટી પાર્ટી માટે આ ચર્ચા હવે બેવડી મુશ્કેલી બની ગઈ છે. એક તરફ, વરિષ્ઠ નેતા શશિ થરૂરે ચર્ચામાં ભાગ લેવાનો જ ઈનકાર કરીને સવાલો ઊભા કર્યા છે, તો બીજી તરફ સાંસદ મનીષ તિવારીની એક સોશિયલ મીડિયા પોસ્ટે કોંગ્રેસને મુશ્કેલીમાં મૂકી દીધી છે.

મનીષ તિવારી

વરિષ્ઠ સાંસદ તિવારીની આ પોસ્ટે ભાજપને નવું હથિયાર આપ્યું છે, જેણે વિપક્ષમાં રહેલા અસંતોષને ઉજાગર કરી દીધો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આનંદપુર સાહિબના સાંસદ મનીષ તિવારીએ આજે 29 જુલાઈને મંગળવારે એક્સ પર એક ન્યૂઝ રિપોર્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો, જેમાં જણાવાયું હતું કે તેઓ અને શશિ થરૂર સંસદની ચર્ચામાં કેમ ભાગ લેવાના નથી?

તિવારીએ તેમની પોસ્ટ સાથે 1970ની ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’નું પ્રખ્યાત ગીત હતું, “હૈ પ્રીત જહાં કી રીત સદા, મૈં ગીત વહાં કે ગાતા હું, ભારત કા રહેને વાલા હું, ભારત કી બાત સુનાતા હું. જય હિંદ.” ઓપરેશન સિંદૂર પછી ભારતની વૈશ્વિક કૂટનીતિ માટે વિદેશ ગયેલા પ્રતિનિધિમંડળમાં શશિ થરૂર, મનીષ તિવારી અને ફતેહગઢ સાહિબના સાંસદ અમર સિંહ સામેલ હતા, પરંતુ આમાંથી કોઈ પણ ઓપરેશન સિંદૂર પર ચાલી રહેલી ચર્ચામાં બોલનારાઓની યાદીમાં નથી. અનુભવી નેતા આનંદ શર્મા અને સલમાન ખુર્શીદ પણ પ્રતિનિધિમંડળનો ભાગ હતા, પરંતુ તેઓ હાલના સાંસદ નથી. સંસદમાં ચર્ચા શરૂ થતાં થરૂરનું નામ ગેરહાજર જોવા મળતાં બધા આશ્ચર્યચકિત છે.

પહેલગામમાં 22 એપ્રિલે થયેલા જેહાદી આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી થરૂરનાં નિવેદનોએ પહેલેથી જ કોંગ્રેસ નેતૃત્વ સાથે તેમના તણાવને હવા આપી હતી. થરૂરે તાજેતરમાં કહ્યું હતું કે તેમની “પહેલી વફાદારી” દેશ પ્રત્યે છે.

કોંગ્રેસની આ આંતરિક ઊથલપાથલે ભાજપને હુમલો કરવાનો મોકો આપ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા બૈજયંત જય પાંડાએ ટોણો મારતા કહ્યું, “કોંગ્રેસમાં ઘણા નેતાઓ સારું બોલી શકે છે. મારા મિત્ર શશિ થરૂરજી, જે શાનદાર વક્તા છે, તેમને તેમની પાર્ટી બોલવા દેતી નથી.”

હજુ નાપાક કરતૂતો ભૂલતું નથી પાકિસ્તાન: કહે છે, આતંકવાદીઓ અમારા નિર્દોષ નાગરિકો છે

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button