UPI દ્વારા ભૂલથી ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા? ગભરાશો નહીં, આ રીતે પરત મેળવો તમારા નાણાં

How to get refund for wrong UPI transaction: આજે આપણે સૌ રોકડ વ્યવહારને બદલે ડિજિટલ પેમેન્ટ અપનાવી ચૂક્યા છીએ. નાના-મોટા દરેક ખર્ચ માટે આપણે PhonePe, Google Pay કે BHIM જેવી UPI એપ્સનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ ઘણીવાર ઉતાવળમાં કે નાની ભૂલને કારણે પૈસા ખોટા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે. જો તમારી સાથે આવું થાય, તો ગભરાવાને બદલે NPCI ના પોર્ટલ પર ફરિયાદ કરીને તમે મદદ મેળવી શકો છો.
48 કલાકમાં થશે કાર્યવાહી
NPCI એ ખોટા ટ્રાન્ઝેક્શનની ફરિયાદ નોંધાવવા માટે એક સરળ પદ્ધતિ આપી છે. જો તમે સમયસર ફરિયાદ કરો છો, તો પૈસા પાછા મળવાની શક્યતા વધી જાય છે. તરત જ ફરિયાદ કરવાથી ઘણા કિસ્સાઓમાં 48 કલાકની અંદર તપાસ શરૂ કરી દેવામાં આવે છે.
ભૂલથી પૈસા ટ્રાન્સફર થાય તો શું કરવું?
જો તમે ભૂલથી બીજાના ખાતામાં પૈસા મોકલી દીધા હોય, તો સૌથી પહેલા પેમેન્ટ એપમાં જઈને Transaction Details જુઓ. ત્યારબાદ બિલકુલ મોડું કર્યા વગર ફરિયાદ નોંધાવો. તમે જેટલી વહેલી ફરિયાદ કરશો, રિફંડ મળવાની શક્યતા એટલી જ વધારે રહેશે.
NPCI પોર્ટલ પર ફરિયાદ કરવાની રીત:
- સ્ટેપ 1: સૌથી પહેલા NPCI ની સત્તાવાર વેબસાઇટ www.npci.org.in પર જાઓ. ત્યાં ‘UPI Dispute / Complaint’ વિકલ્પ પર ક્લિક કરો.
- સ્ટેપ 2: તમારો UPI Reference Number અને ટ્રાન્ઝેક્શનની વિગતો ભરો.
- સ્ટેપ 3: તમારો મોબાઈલ નંબર દાખલ કરી ફરિયાદ સબમિટ કરો. આ પછી સિસ્ટમ દ્વારા તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
હેલ્પલાઇન નંબર દ્વારા મદદ
જો તમે ઓનલાઇન ફરિયાદ ન કરી શકતા હોવ, તો ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1800-120-1740 પર કોલ કરીને પણ તમારી સમસ્યા જણાવી શકો છો.
મહત્વની ટીપ: ડિજિટલ પેમેન્ટ કરતી વખતે આવતા SMS અને ટ્રાન્ઝેક્શન આઈડી હંમેશા સાચવીને રાખો, કારણ કે તપાસ દરમિયાન આ માહિતી સૌથી વધુ કામ આવે છે.
પૈસા મોકલતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન:
- પૈસા મોકલતા પહેલા UPI ID અથવા મોબાઈલ નંબર બે વાર ચેક કરો.
- જો પ્રથમ વખત કોઈને પૈસા મોકલી રહ્યા હોવ, તો પહેલા રૂપિયા 1 જેવી નાની રકમ મોકલીને ખાતરી કરો.
- ઉતાવળમાં ટ્રાન્ઝેક્શન કરવાનું ટાળો.
આ પણ વાંચોઃ Surat: ભાભીના પ્રેમમાં અંધ બનેલા સગા પુત્રએ કરી માતાની હત્યા, આ રીતે ઉકેલાયો ભેદ
આ પણ વાંચોઃ નેતાજીની અસ્થિઓ ભારત લાવવા પર સુપ્રીમ કોર્ટનો ઇનકાર: ‘ટાઇમિંગ’ પર ઉઠાવ્યા સવાલ, જાણો કોર્ટે શું કહ્યું?
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












