ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

VIDEO ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ વિશે લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહ LIVE

નવી દિલ્હી, 29 જુલાઈ, 2025ઃ Amit Shah Live સંસદના વર્તમાન ચોમાસુ સત્ર દરમિયાન વિરોધ પક્ષોની માગણીને પગલે ઓપરેશન સિંદૂર વિશે બે દિવસથી ચર્ચા ચાલી રહી છે. એ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઓપરેશન સિંદૂર ઉપરાંત ગઈકાલે 28 જુલાઈએ કાશ્મીમાં ઠાર મરાયેલા જેહાદી આતંકીઓ વિશે પણ માહિતી આપી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ લોકસભામાં કહ્યું કે, 28 જુલાઈએ માર્યા ગયેલા ત્રણેય આતંકવાદી પાકિસ્તાની હતા.

ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન મહાદેવ અંગે પણ સિલસિલાવાર માહિતી આપી. Operation Sindoor and Operation Mahadev

જુઓ વીડિયોઃ

‘ઓપરેશન સિંદૂર’ પર લોકસભામાં બીજા દિવસે પણ વિશેષ ચર્ચા ચાલુ છે. મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વિષય પર સંસદને જણાવ્યું કે પહેલગામના ત્રણેય ગુનેગારોને ઓપરેશન મહાદેવમાં ઠાર મારવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન મહાદેવ પર જણાવ્યું કે ઓપરેશન મહાદેવમાં સુલેમાન ઉર્ફે ફૈઝલ અફઘાન અને જિબરાન, આ ત્રણેય આતંકવાદીઓ ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત અભિયાનમાં માર્યા ગયા. સુલેમાન લશ્કર-એ-તૈયબાનો એ-શ્રેણીનો કમાન્ડર હતો. અફઘાન લશ્કર-એ-તૈયબાનો એ-શ્રેણીનો આતંકવાદી હતો. અને જિબરાન પણ એ-ગ્રેડનો આતંકવાદી હતો. બૈસરન ખીણમાં જેમણે આપણા નાગરિકોની હત્યા કરી હતી, તે આ ત્રણેય આતંકવાદીઓ હતા અને ત્રણેય માર્યા ગયા.

અમિત શાહે જણાવ્યું કે ગઈકાલના ઓપરેશનમાં ત્રણેય આતંકવાદીઓ – સુલેમાન, અફઘાન અને જિબરાન માર્યા ગયા. જેઓ તેમને ખોરાક પહોંચાડતા હતા, તેમને પહેલાથી જ અટકાયતમાં લઈ લેવામાં આવ્યા હતા. જ્યારે આ આતંકવાદીઓના મૃતદેહો શ્રીનગર લાવવામાં આવ્યા ત્યારે આપણી એજન્સીઓ દ્વારા અટકાયતમાં રાખવામાં આવેલા લોકો દ્વારા જ તેમની ઓળખ સ્થાપિત કરવામાં આવી હતી.

ભારત કા રહેને વાલા હું, ભારત કી બાત સુનાતા હુંઃ પક્ષ વિરુદ્ધ કોંગ્રેસ નેતાના બદલાયા સૂર

કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે બપોરે 1 વાગ્યે ત્યાં હુમલો થયો હતો અને હું સાંજે 5.30 વાગ્યે શ્રીનગર પહોંચી ગયો હતો. 23 એપ્રિલે એક સુરક્ષા બેઠક યોજાઈ હતી અને તેમાં નિર્ણય લેવાયો હતો અને તેની પાકી વ્યવસ્થા કરવામાં આવી હતી કે નૃશંસ હત્યા કરનારા હત્યારાઓ દેશ છોડીને ભાગી ન શકે. અમિત શાહે જણાવ્યું કે 22 મેના રોજ અમને સેન્સર દ્વારા આતંકવાદીઓની હાજરીની પુષ્ટિ મળી. પછી અમારા 4 પેરાના નેતૃત્વમાં CRPFના જવાનો અને જમ્મુ-કાશ્મીરના જવાનોએ એકસાથે આતંકવાદીઓને ઘેરવાનું કામ કર્યું.

લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું, “પહેલગામ હુમલા બાદ તરત જ હું પ્રભાવિત પરિવારોને મળ્યો હતો. મેં મારી સામે એક મહિલાને ઊભેલી જોઈ, જે તેના લગ્નના 6 દિવસ બાદ જ વિધવા બની ગઈ હતી – હું તે દૃશ્ય ક્યારેય નહીં ભૂલી શકું. હું આજે તમામ પરિવારોને જણાવવા માંગું છું કે મોદીજીએ ઓપરેશન સિંદૂર દ્વારા જેહાદી આતંકવાદીઓેને ભારત મોકલનારાઓને માર્યા, અને આજે આપણા સુરક્ષા દળોએ તેમને પણ માર્યા જેમણે હત્યાઓ કરી હતી.”

અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું

કેન્દ્રીય મંત્રી અમિત શાહના ભાષણ દરમિયાન સપા પ્રમુખ અખિલેશ યાદવે તેમને ખલેલ પહોંચાડવા ટિપ્પણી કરી ત્યારબાદ અમિત શાહે તેમને બેસી જવા કહ્યું. અખિલેશ યાદવે અમિત શાહને પૂછ્યું, “તમે પાકિસ્તાન સાથે વાત કરી?” તેના જવાબમાં ગૃહમંત્રીએ તેમને કહ્યું કે બેસી જાઓ, વાત સાંભળી લો. અમિત શાહે કહ્યું, “શું તમે આતંકવાદીઓનો ધર્મ જોઈને કેમ પરેશાન થાઓ છો?”

પીઓકે આપણું છે, પરંતુ આ વખતે 100 કિલોમીટર પાકિસ્તાનમાં ઘૂસીને માર્યું : અમિત શાહ

ગૃહમંત્રીએ કહ્યું, “આજે હું લોકસભા ગૃહને જણાવતા ખૂબ ખુશ છું કે મોદીજીએ ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદીઓના આકાઓને જમીનમાં ભેળવી દીધા હતા અને સેના તેમજ CRPFએ તે આતંકવાદીઓને પણ ખતમ કરી દીધા. મને અપેક્ષા હતી કે જ્યારે આ (વિપક્ષ) પહેલગામના આતંકવાદીઓના માર્યા જવાના સમાચાર સાંભળશે તો ખુશ થશે, પરંતુ એવું લાગે છે કે આ (વિપક્ષ) આથી ખુશ નથી. આ કેવા પ્રકારનું રાજકારણ છે?” તેમણે કહ્યું કે પીઓકે આપણું જ છે, પરંતુ આ વખતે પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે.

ચિદમ્બરમના નિવેદનથી કોંગ્રેસનો પાકિસ્તાન પ્રેમ ઉજાગર થયો

અમિત શાહે કહ્યું કે પી. ચિદમ્બરમનું કહેવું છે કે આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હોવાનો શું પુરાવો છે? આનો અર્થ એ થયો કે દેશના પૂર્વ ગૃહમંત્રી આખી દુનિયાને ક્લીનચિટ આપી રહ્યા છે. ચિદમ્બરમના નિવેદનથી કોંગ્રેસનો પાકિસ્તાન પ્રેમ ઉજાગર થયો છે.

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button