ટ્રેન્ડિંગમનોરંજન

હોલિવૂડ સુપરસ્ટાર રોબર્ટ ડી નીરોએ સૌથી મોટો એવોર્ડ લેતા ટ્રમ્પ પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું?

  • ડી નીરોએ ટ્રમ્પના અમેરિકાની બહાર બનેલી ફિલ્મો પર 100% ટેરિફ લાદવાના પ્રસ્તાવ પર તીવ્ર પ્રતિક્રિયા આપી

HD ન્યુઝ ડેસ્કઃ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025નું ઉદ્ઘાટન જેટલું ભવ્ય રહ્યું, તેનાથી વધુ ચર્ચામાં હોલિવૂડના આઈકોન રોબર્ટ ડી નીરોનું Hollywood superstar Robert De Niro ભાષણ રહ્યું. સમારોહના પહેલા દિવસે રોબર્ટ ડી નીરોને લાઈફટાઈમ એચિવમેન્ટ માટે માનદ પામ ડી’ઓર એનાયત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન, તેમણે આ માટે ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનીને તેમને ઘેર્યા હતા.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ મંગળવાર 13 મે થી શરૂ થયો છે. સમારોહના પહેલા દિવસે હોલિવુડ સુપરસ્ટાર રોબર્ટ ડી નીરોને કાન્સના સૌથી મોટા પુરસ્કાર, પામ ડી’ઓરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રોબર્ટ ડી નીરોએ ડોનાલ્ડ ટ્રમ્પ પર જોરદાર નિશાન સાધ્યું હતું.

રોબર્ટ ડી નીરોએ સ્ટેજ પરથી કહ્યું કે કાન્સ મારા માટે ઘર જેવું છે. એવી દુનિયા જે આપણને વિભાજીત કરી રહી છે, ત્યારે આ મંચ આપણને કલાકારો, ચાહકો, પટકથા લેખકો અને ફિલ્મ નિર્માતાઓને એક કરે છે.” આ પછી તેમણે ટ્રમ્પને ‘સરમુખત્યાર રાષ્ટ્રપ્રમુખ’ કહ્યા અને તેમની નીતિઓની જ નહીં, પરંતુ કલા પ્રત્યેના તેમના વલણની પણ ટીકા કરી હતી.

ટેરિફ નહીં, ટેલેન્ટ જુઓ મિસ્ટર ટ્રમ્પ

ડી નીરોએ ટ્રમ્પના અમેરિકાની બહાર બનેલી ફિલ્મો પર 100% ટેરિફ લાદવાના પ્રસ્તાવ પર તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. નીરોએ કહ્યું, “કળા સત્ય છે અને સરમુખત્યાર સત્યથી ડરે છે. ટ્રમ્પ જેવા લોકો કળાને સમજી શકતા નથી. તેઓ પહેલાથી જ કળા, માનવતા અને શિક્ષણને દબાવી ચૂક્યા છે અને હવે તેઓ ફિલ્મો પર પણ હુમલો કરી રહ્યા છે.

ડી કેપ્રિયોએ આપ્યું સન્માન

81 વર્ષીય ડી નીરોએ હોલીવુડ સ્ટાર અને તેમના સાથી લિયોનાર્ડો ડી કેપ્રિયો પાસેથી આ સન્માન મેળવ્યું હતું. આ દરમિયાન સમારંભમાં હાજર બધાએ ઉભા થઈને રોબર્ટ ડી નીરોના સન્માનમાં તાળીઓ પાડી હતી. તાળીઓના ગડગડાટ વચ્ચે, બંને સ્ટાર્સ સ્ટેજ પર ભાવુક થતા જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે ક્વોન્ટિન ટારનટિનો પણ ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા, જેમણે માઈક છોડીને કાન્સની શરૂઆત સ્ટાઈલિશ રીતે કરી હતી. આ ઉપરાંત 100મી વર્ષગાંઠ નિમિત્તે ચાર્લી ચેપ્લિનની ‘ધ ગોલ્ડ રશ’નું ખાસ સ્ક્રીનિંગ અને યુક્રેનને ત્રણ ફિલ્મોની સલામી આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ મેરા સાયા સાથ હોગા….હોસ્પિટલના બેડ પર સિંગર પવનદીપે જમાવી મહેફિલ, જુઓ વીડિયો

Back to top button