ટ્રેન્ડિંગનેશનલ

ખુરશીની પાલખી બનાવી 11 કિમી સુધી પ્રેગ્નેન્ટ મહિલા પ્રોફેસરને ઉપાડીને લઈ આવ્યા, તબાહી વચ્ચે વિદ્યાર્થીઓનું શાનદાર કામ

Himachal Cloud Burst: હિમાચલ પ્રદેશના થુનાંગમાં વાદળ ફાટ્યા બાદ હોર્ટિકલ્ચર કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સ સહિત લગભગ 150 લોકો ફસાઈ ગયા હતા. તેમાં બે મહિલા પ્રોફેસર પ્રેગ્નેન્ટ પણ હતી. નીકળવાનો કોઈ રસ્તો મળતો નહોતો, પણ કોલેજના વિદ્યાર્થીઓને ખુરશીની પાલખી બનાવીને પ્રેગ્નેન્ટ પ્રોફેસરને 11 કિમી ચાલીને સુરક્ષિત જગ્યા સુધી પહોંચાડી હતી. આ સ્ટૂડન્ટ્સમાં 80 છોકરીઓ પણ હતી.

થુનાંગમાં રસ્તો બંધ થતાં બધા મદદે આવ્યા વિદ્યાર્થીઓ

તસવીરોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે વિદ્યાર્થીઓ એક ખુરશીને પાલખી બનાવીને મહિલા પ્રોફેસરનું રેસ્ક્યૂ કરી રહ્યા છે. વાદળ ફાટ્યા બાદ થુનાંગમાં ચારેતરફ તબાહી જોવા મળી રહી છે. રસ્તા બંધ થઈ ચુક્યા છે. કોલેજથી બહાર નીકળવાનો રસ્તો દેખાતો નથી. એમ્બ્યુલન્સ કોલેજ તો શું દૂર દૂર સુધી નથી આવી શકતી. ત્યારે આવા સમયે વિદ્યાર્થીઓએ પ્રેગ્નેન્ટ પ્રોફેસરને 11 કિમી પગપાળા ચાલીને સુરક્ષિત જગ્યા સુધી પહોંચાડી હતી.

તમામ સ્કૂલ કોલેજ બંધ

અહીં ઉલ્લેખનિય છે કે, આપદાના સમયે કોલેજમાં વિદ્યાર્થીઓ સહિત 150 લોકો હતા. થુનાંગની કોલેજ હવે સંપૂર્ણપણે ખાલી કરાવી દીધી છે. કોલેજ કેમ્પ્સ બહાર શિફ્ટ કરાવી દીધી છે. સાથે જ આપદાને જોતા થુનાંગની તમામ સ્કૂલો અને કોલેજો બંધ થઈ ચુકી છે.

હિમાચલમાં ચારે તરફ તબાહીના દ્રશ્યો

હિમાચલમાં પહાડ તૂટ્યા, રસ્તા તૂટી ગયા, વાદળ ફાટ્યા, નદીઓ ગાંડીતૂર બની છે. ચોમાસાના કારણે ચારેતરફ તબાહી જોવા મળી રહી છે. ચોમાસાએ દસ્તક શું દીધી પહાડોનો કાટમાળ અને નદીઓના તાંડવ વચ્ચે હિમાચલની હાલત ખરાબ કરી નાખી.

આ પણ વાંચો: બધા મારા નામ પર રુપિયા રળી રહ્યા છે, મને દુઆ આપશે: ટીકાકારો પર બુમરાહે આપ્યો શાનદાર જવાબ

Back to top button