ગુજરાતટ્રેન્ડિંગ

હાય રે મોંઘવારી: શાકભાજી અને લીંબુના ભાવ પહોંચ્યા આસમાને

HD ન્યુઝ ડેસ્ક, 10 એપ્રિલ, 2025: ગરમીથી રાહત મેળવવા અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક એવા લીંબુનો વધુ પડતો ઉપયોગ ઉનાળાના કાળઝાળ ગરમી દરમિયાન થાય છે. તાપમાનમાં પણ વધારો થયો છે, જેનાં કારણે સમગ્ર ગુજરાતમાં હાલ લીંબુમાં ભાવ વધારો નોંધાયો છે. એક કિલો લીંબુના ભાવ 160થી 200 રૂપિયા થયા છે. જરૂરિયાત વધતા હાલ એક લીંબુનો ભાવ 10 રૂપિયાની આસપાસ થઈ ગયો છે. Vegetable and lemon prices have skyrocketed બીજી બાજુ ઉનાળામાં શાકભાજીના વધતા ભાવે ગૃહણીઓની ચિંતામાં વધારો કર્યો છે.

તડકા કે ગરમીમાં રાહત આપતો લીંબુનો શરબત તરસ લાગતા જ તુરંત યાદ આવી જાય છે. સાથે જ ગરમીમાં એનર્જી મેળવવા માટે પણ લોકો તેનો સૌથી વધુ ઉપયોગ કરે છે અને દરેક જગ્યાએ ગરમી વધતાની સાથે જ લીંબુનો ભાવ ત્રણ ગણો થઈ છે. લીંબુના ભાવે ગૃહિણીઓની રસોઈમાં ફીકાશ નાખી દીધી છે. 160 થી લઈ 200 રૂપિયા કિલો લીંબુ હાલ વેચાઈ રહ્યા છે. કેટલાક બજારોમાં તો લીંબુ 220 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. ઉનાળાની શરૂઆત થવાની સાથે જ શાકભાજીના ભાવો બમણો વધારો થતાં ગૃહીણીઓનું બજેટ પણ ખોરવાયું છે.

જાણો શાકભાજીના ભાવ
ગવાર અને ટિંડોળા 120 રૂપિયા તો ભીંડા 80 રૂપિયા કિલો માર્કેટમાં વેચાઈ રહ્યા છે. જ્યારે ડુંગળી 40 રૂપિયા કિલો તો પાલક અને મેથી 60 થી 80 રૂપિયા કિલો, આદુ 80 રૂપિયા કિલો જયારે લીલા મરચા 60 રૂપિયા કિલો, પરવલ 100 રૂપિયા તો ફ્લાવર 80 રૂપિયા કિલો અને સરગવો 80 રૂપિયા કિલો વેચાઈ રહ્યો છે. રિટેલ માર્કેટમાં લીંબુ 200 રૂ. કિલોના ભાવે વેચાય છે.

આ પણ વાંચો..ગુજરાતીઓને મોટી રાહત: સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવ ઘટ્યા

Back to top button