ગુજરાતમાં મેઘરાજાનો વિકરાળ પ્રકોપ: 18 જિલ્લાઓમાં રેડ એલર્ટ, ધોધમાર વરસાદની આગાહી
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામી ગયો છે. હવામાન વિભાગે આજે સવારે નાઉકાસ્ટ હેઠળ આગામી ત્રણ કલાક (સવારે 7 થી 10 વાગ્યા સુધી) સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આમાં 18 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આજે રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓ
- જૂનાગઢ
- ગીર સોમનાથ
- અમરેલી
- બોટાદ
- ભાવનગર
- અરવલ્લી
- મહીસાગર
- પંચમહાલ
- દાહોદ
- વડોદરા
- ભરુચ
- છોટા ઉદેપુર
- નર્મદા
- સુરત
- વલસાડ
- ડાંગ
- નવસારી
- તાપી
બાકીના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ (ભારે વરસાદ) જાહેર કરાયું છે.
અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ
રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં, વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે 27 જુલાઈ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે.
આગામી દિવસોની આગાહી
23 જુલાઈ (ગુરુવાર)
- રેડ એલર્ટ: મહીસાગર, દાહોદ
- ઓરેન્જ એલર્ટ: સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર
- યલો એલર્ટ: વાવ-થરાદ, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરુચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ
25 જુલાઈ
- ઓરેન્જ એલર્ટ: સાબરકાંઠા, અરવલ્લી
- યલો એલર્ટ: વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ
26-27 જુલાઈ અમરેલી, ભાવનગર, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે.
અત્યાર સુધીની વરસાદની સ્થિતિ
22 જુલાઈએ સાંજે 6 વાગ્યા સુધીમાં 129 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં 11 ઇંચથી વધુ નોંધાયો છે.
હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા જોતાં સાવધાની રાખવા અને અનાવશ્યક બહાર ન નીકળવા અપીલ કરી છે. ખેડૂતો અને માછીમારોને પણ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
ગુજરાતમાં આ વરસાદી માહોલ આગામી દિવસોમાં વધુ તીવ્ર બનવાની સંભાવના છે. વધુ અપડેટ્સ માટે હવામાન વિભાગની અધિકૃત વેબસાઈટ અને સ્થાનિક સમાચારોને અનુસરવા વિનંતી.
આ પણ વાંચો: Horoscope Today: વાંચો તમામ 12 રાશિનું આજનું દૈનિક રાશિફળ












