તિરુમાલામાં હાર્દિક પંડ્યાનો નવો અવતાર, મુંડન કરાવી મહિકા સાથે કર્યા દર્શન
Hardik Pandya: ભારતના ઓલરાઉન્ડર સ્ટાર હાર્દિક પંડ્યાએ અચાનક પોતાના લુકથી ફેન્સને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં રવિવાર, 2 ઓગસ્ટે તિરુમાલાના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પૂજા-અર્ચના કરતી તેમની કેટલીક તસવીરો સામે આવી છે. ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ લેવા પહોંચેલા હાર્દિકનું માથું સંપૂર્ણપણે મુંડાવેલું હતું. પંડ્યાની સાથે તેમની ગર્લફ્રેન્ડ મહિકા શર્મા પણ હતી. મંદિર જતી વખતે પંડ્યા અને મહિકા પરંપરાગત સફેદ કપડાંમાં જોવા મળ્યા હતા. મંદિરમાં બંનેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને ફેન્સનું ધ્યાન ખેંચ્યું હતું. આમાં સૌથી વધુ ચર્ચા હાર્દિકના નવા લુકની થઈ હતી.
પંડ્યાના નવા લુકે ફેન્સને આશ્ચર્યચકિત પણ કર્યા અને ઉત્સાહિત પણ, કારણ કે શ્રદ્ધાળુઓ અવારનવાર આસ્થા અને આભાર વ્યક્ત કરવાના ભાગરૂપે મંદિરમાં પોતાના વાળ દાન કરતા હોય છે. જોકે હાર્દિકે એ સ્પષ્ટ નથી કર્યું કે તેમણે પોતાનું માથું શા માટે મુંડાવ્યું છે, પરંતુ તેમનું મંદિર જવું સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યું છે. પંડ્યાની ક્રિકેટ કરિયર માટે આ મંદિરની મુલાકાત એક મહત્વપૂર્ણ વળાંક પર થઈ છે, કારણ કે તેઓ ઈજામાંથી બહાર આવીને વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાર્દિક ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની સીઝન પછીથી જ રમતથી દૂર રહ્યા છે. પહેલા તેમને પીઠમાં અકડાઈ જવાની સમસ્યા થઈ હતી અને ત્યારબાદ જાંગમાં ઈજા થઈ હતી.
HARDIK PANDYA & MAHIEKA SHARMA AT SHRI VENKATESWARA TEMPLE IN TIRUMALA. 🙏❤️ (IANS). pic.twitter.com/9yJpQVopqI
— Tanuj (@ImTanujSingh) August 2, 2026
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પંડ્યા અફઘાનિસ્તાન સામે ભારતની લિમિટેડ ઓવર્સ શ્રેણી, ઇંગ્લેન્ડના વનડે અને T20I પ્રવાસ તેમજ ઝિમ્બાબ્વેમાં વ્હાઇટ-બોલ શ્રેણીમાં પણ રમી શક્યા ન હતા. IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કર્યા પછી તેમણે કોઈ પ્રોફેશનલ/સ્પર્ધાત્મક ક્રિકેટ રમ્યું નથી. હાર્દિકની વાપસી અને કમબેક પહેલાં ભગવાનના આશીર્વાદ લેવાની આ બાબત ફેન્સના દિલને સ્પર્શી રહી છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ કોમેન્ટ કરી હતી કે કદાચ પંડ્યાએ સારા ફોર્મમાં વાપસી માટે માનતા રાખી હશે તેથી માથું મુંડાવી લીધું.
આ પણ વાંચો:‘જય શ્રી રામ’ ટી-શર્ટથી લઈને નોટોમાં ફોર્મ્યુલા સુધી, સરફરાઝે વધારી ATSની ચિંતા












