મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયામાં તકરાર, કુલદીપને હાર્દિક-સૂર્યાએ ખખડાવ્યો, રિંકૂ વચ્ચે પડ્યો

ભારત-પાકિસ્તાનની મેચનો રોમાંચ કોઈ ફાઈનલ મેચથી કમ નથી હોતો. ICC T20 વર્લ્ડ કપ 2026માં ભારતે પાકિસ્તાનને 61 રને હરાવીને 8-1થી સરસાઈ હાંસલ કરી લીધી છે. પરંતુ આ વિજય વચ્ચે ભારતીય ટીમમાં તણાવની ઘટના પણ સામે આવી છે. ચાલો જાણીએ શું થયું?
પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી. ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 175 રન બનાવ્યા. ઈશાન કિશને 40 બોલમાં 77 રનની શાનદાર ઇનિંગ રમી. જવાબમાં પાકિસ્તાન 18 ઓવરમાં 114 રને ઓલઆઉટ થઈ ગયું. હાર્દિક પંડ્યા (2/16), જસપ્રીત બુમરાહ (2/17), વરુણ ચક્રવર્તી (2/17) અને અક્ષર પટેલ (2/29)એ શાનદાર બોલિંગ કરી.
પરંતુ વિજયના જશ્ન વચ્ચે એક વાયરલ વીડિયોને કારણે ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાનની ઇનિંગની 18મી ઓવરમાં હાર્દિક પંડ્યાના બોલ પર શાહીન આફ્રિદીએ પુલ શોટ રમ્યો હતો. બોલ સીધો કોર્નર પર ઊભેલા કુલદીપ યાદવ પાસે કેચ માટે આવ્યો, પરંતુ કુલદીપે તે ડ્રોપ કરી દીધો સિક્સર વાગી ગઈ. જેથી હાર્દિક ખૂબ ગુસ્સે થઈ ગયો અને ફિલ્ડ પર જ કુલદીપ અને ઈશાન તરફ આંગળી ચીંધીને ગુસ્સો વ્યક્ત કર્યો.
મેચ પૂરી થયા પછી, જ્યારે ખેલાડીઓ હેન્ડશેક લાઈનમાં હતા ત્યારે હાર્દિકે કુલદીપને ખુલ્લેઆમ ઠપકો આપ્યો અને ગેસ્ચર કરીને ગુસ્સો વ્યક્ત કર્યો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ જોડાયા અને કુલદીપને સમજાવતા અને ઠપકો આપતા જોવા મળ્યા. આ પરિસ્થિતિ વધુ વણસી રહી હતી ત્યારે રિંકુ સિંહ અને તિલક વર્માએ વચ્ચે પડીને સ્થિતિને શાંત કરી.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો છે. ઘણા ચાહકો કહે છે કે આ માત્ર જીતના દબાણમાં થયેલી ભાવનાત્મક પ્રતિક્રિયા છે, કારણ કે મેચનું પરિણામ તો પહેલેથી જ નક્કી થઈ ગયું હતું. પરંતુ કેટલાકને લાગે છે કે ટીમમાં ડિસિપ્લિન અને ફિલ્ડિંગ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. ખાસ કરીને કુલદીપની લેઝી ફિલ્ડિંગ અને પ્રેઝન્સ ઓફ માઈન્ડની ટીકા થઈ રહી છે.
આ પણ વાંચો: વૈભવ સૂર્યવંશી આ વર્ષે ધોરણ 10 બોર્ડની પરીક્ષા નહીં આપે, જાણો કેમ આવો નિર્ણય લીધો












