
Gujarat News : સુરતમાં એમ્બ્રોડરીના શ્રમિકો દ્વારા રવિવારની રજા અને 8 કલાકની નોકરીની માંગ સાથે મહાઆંદોલન કરાયું હતું. મોટી સંખ્યામાં શ્રમિકો એકઠાં થતાં પોલીસ પહોંચી હતી. શ્રમિકો અને યુનિયન નેતાઓ કલેક્ટર કચેરી પહોંચે એ પહેલા જ પોલીસે કાર્યવાહી કરી હતી અને પ્રદર્શનકારી શ્રમિકો તથા યુનિયન નેતાઓને ડિટેઇન કર્યા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, 60થી 70 જેટલા શ્રમિકોને ડિટેઇન કરાયા છે.
યુનિયન નેતાઓની પણ કરાય અટકાયત
સુરતમાં શ્રમિકો દ્વારા રવિવારની રજા અને 8 કલાકની નોકરીની માગ સાથે આજે આંદોલન કર્યું હતું. કલેકટર કચેરીએ શ્રમિકો એકઠા થયા હતા. આ દરમ્યાન પોલીસ દ્વારા કારીગરોની અટકાયત શરૂ કરાઈ છે. કામદારો પહોંચે તે પહેલા કલેક્ટર કચેરીએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત યુનિયન નેતાઓની પણ અટકાયત કરાઈ છે. કારીગરોએ જણાવ્યું છે કે, કલેકટર કચેરીએથી જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેનું પાલન થતું નથી.
રજા માટે કરીએ છીએ આંદોલન : કારીગર
એમ્બ્રોડરીના કારીગર વિનયએ જણાવ્યું હતું કે અમારું આંદોલન એટલા માટે છે કે રવિવારે રજા મળવી જોઈએ, શેઠ કહે છે કે રવિવારે આવો, અમારી જે માંગણીઓ છે તે કોઈ સાંભળતું નથી, અમારા યુનિયનના નેતાઓને રાતે પોલીસે અટકાયત કરી લીધી હતી, અમે કલેકટર ઓફિસે આવ્યા છીએ.
રવિવારે રજા અને 8 કલાકની નોકરી હોવી જોઈએઃ શ્રમિક
શ્રમિક રવીન્દ્ર કુમારએ જણાવ્યું હતું કે, અમે રવિવારની રજાની માંગને લઈને અહિયાં આવ્યા હતા, પણ પોલીસ વાળા અમને મારીને ભગાવી રહ્યા છે, એવી એવી જગ્યાએ મારી રહ્યા છે કે અમે બતાવી પણ શકતા નથી, અમારી માંગ છે કે, રવિવારે રજા અને 8 કલાકની નોકરી હોવી જોઈએ, તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કલેકટર કચેરીએથી જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેનું પાલન થતું નથી, કારીગરો પરિવાર કે બાળકોને સમય પણ આપી શકતા નથી, 12 કલાક 365 દિવસ નોકરી કરીએ છીએ વિચારો કે કેવી હાલત થતી હશે. તેમણે આક્ષેપ કર્યો કે, શેઠને રજૂઆત કરીએ છીએ તો કહે છે કે કામ કરવું હોય તો કરો નહી તો નોકરી પરથી કાઢી મુકીશ.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
60થી 70 શ્રમિકોને કરાયા ડિટેઇન
ડીસીપી રાજેશ પરમારએ જણાવ્યું કે, કલેકટર કચેરીએ મજદુરો દ્વારા ધરણાનો કાર્યક્રમ હતો એ કાર્યક્રમની કોઈ પરવાનગી અપાઈ ન હતી, જેથી તેઓ કલેકટર કચેરીએ આવે તે પહેલા જ 100 મીટર દુરથી ડીટેઈન કરાયા છે, અત્યાર સુધીમાં 60 થી 70 શ્રમિકોને ડીટેઈન કરાયા છે, અને કલેકટર કચેરીએ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, પોલીસ તરફથી કોઈ પરવાનગી આપવામાં આવી નથી. આ કાર્યક્રમ માટે પોલીસ તરફથી જરૂરી શરતો પૂરી ન થતાં કોઈ પરવાનગી અપાઈ ન હતી.
આ નેતાઓની કરાય છે અટકાયત
સુરેશ સોનવણે (પ્રમુખ, રાષ્ટ્રીય મજદૂર સેના), રમાકાંત પાંડે (પ્રમુખ, સુરત સંઘર્ષ લેબર યુનિયન),
મલખાનસિંહ વર્મા (પ્રમુખ, સાર્વજનિક મજદૂર એકતા યુનિયન), સંદીપ પટેલ (CJP સભ્ય) અને વિનય પાઠક (કામદાર)ની અટકાયત કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાત STના કર્મચારીઓના DAમાં 2 ટકાનો વધારો, એરિયર્સ પણ ચૂકવાશે, હર્ષ સંઘવીની જાહેરાત












