Today Weather: રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન
અમદાવાદ, તા. 28 નવેમ્બર, 2025: રાજ્યમાં ઠંડીના ચમકારાથી આંશિક રાહત જોવા મળી છે, પવનોની દિશા બદલાતા તાપમાનમાં વધારો થયો છે અને રાજ્યમાં પૂર્વ દક્ષિણ પૂર્વના પવન ફૂંકાયા છે જેના કારણે ઠંડીથી આંશિક રાહત જોવા મળી છે. મોટાભાગના જિલ્લામાં તાપમાન 1- 2 ડિગ્રી ઉચકાયું છે અને નલિયામાં સૌથી વધુ તાપમાન 11.6 ડિગ્રી નોંધાયું છે. આગામી દિવસોમાં હજી પણ ઠંડીમાં વધારો થશે, ડિસેમ્બર મહિનાથી ઠંડીમાં વધારો જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, સાથે સાથે 4 ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
ગાંધીનગરમાં 14.5 ડિગ્રી, અમદાવાદ 20.8 ડિગ્રી, ભુજમાં 15.6 ડિગ્રી, કંડલામાં 15.8 ડિગ્રી તાપમાન, રાજકોટ અને પોરબંદરમાં 16 ડિગ્રી તાપમાન, કેશોદમાં 16.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 18.5 ડિગ્રી, ડીસામાં 17.8 ડિગ્રી, વેરાવળમાં 19.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 20.2 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 20.6 ડિગ્રી, વડોદરામાં 20.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
મહત્તમ તાપમાનની શ્રેણીમાં સુરત 34.4 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ટોચ પર રહ્યું હતું. ત્યારબાદ રાજકોટમાં 33.1 ડિગ્રી, વડોદરામાં 33.0 ડિગ્રી, પોરબંદરમાં 32.0 ડિગ્રી, અમરેલીમાં 31.9 ડિગ્રી, કંડલામાં 31.7 ડિગ્રી, ભાવનગર અને અમદાવાદમાં 31.5 ડિગ્રી, ડીસામાં 31.2 ડિગ્રી, ગાંધીનગરમાં 31.0 ડિગ્રી, દ્વારકામાં 30.5 ડિગ્રી, ભુજમાં 30.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.
અંબાલાલની આગાહી મુજબ નવેમ્બરના અંતિમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે. જો કે ગુજરાત પર તેની સીધી અસર ઓછી રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આ સાથે રાજ્યમાં ઠંડીમાં પણ વધઘટ જોવા મળી શકે છે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાંથી પશ્ચિમી વિક્ષેપોની અસર પણ દેખાઈ શકે છે. જેના કારણે હવામાન વારંવાર બદલાઈ શકે છે.
રાજ્યમાં 6થી 8 ડિસેમ્બર વચ્ચે હવામાનમાં પલટો આવે તેવું અનુમાન લગાવ્યું છે અને 8થી 18 ડિસેમ્બર વચ્ચે માવઠું આવે તેવી આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ સૌરાષ્ટ્રના રાજકોટ સહિત કેટલાક વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. જ્યારે નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ઉપસાગરમાં ચક્રવાત સર્જાય તેવી પણ શક્યતા છે.જો કે ગુજરાત પર તેની સીધી અસર ઓછી રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આ સાથે રાજ્યમાં ઠંડીમાં પણ વધઘટ જોવા મળી શકે છે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાંથી પશ્ચિમી વિક્ષેપોની અસર પણ દેખાઈ શકે છે. જેના કારણે હવામાન વારંવાર બદલાઈ શકે છે.












