ગુજરાત: ગોંડલની રાજનીતિમાં નવો દાવ, કેજરીવાલની હાજરીમાં પાટીદાર અગ્રણી AAPમાં જોડાયા
- અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન ગુજરાત પહોંચ્યા
- કેજરીવાલની હાજરીમાં પાટીદાર અગ્રણી જિગીષા પટેલ AAPમાં જોડાયા
- કેજરીવાલે ખેસ પહેરાવી જિગીષા પટેલનું કર્યું સ્વાગત હતું
ગોંડલની રાજનીતિમાં નવો દાવ ખેલાવા જઈ રહ્યો છે. કેજરીવાલની હાજરીમાં પાટીદાર અગ્રણી જિગીષા પટેલ આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા છે. કેજરીવાલે ખેસ પહેરાવી જિગીષા પટેલનું કર્યું સ્વાગત હતું. રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા ફાર્મ ખાતે જિગીષા પટેલ આજે 30 ઓક્ટોબરના રોજ વિધિવત રીતે રાજકારણમાં જોડાયા છે. આ દરમિયાન ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા સહિતના નેતા ઉપસ્થિત રહ્યા હતા.
જિગીશા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા
આમ આદમી પાર્ટીનું પાટીદાર પાસું વધુ મજબૂત બન્યું છે. પાર્ટી પાસે પહેલાથી જ ગોપાલ ઈટાલિયા જેવા મજબૂત વોટબેંક ધરાવતા નેતા છે. ત્યારે હવે પાટીદાર સમાજના અગ્રણી જીગીશા પટેલ AAP માં જોડાયા છે. રાજકોટ-અમદાવાદ હાઈ વે પર આવેલ પ્રભુ ફાર્મ ખાતે પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે જિગીશા પટેલને ખેસ પહેરાવીને વેલકમ કર્યું હતું. ગોંડલમાં રેલી કરી જિગીશા પટેલ વિશે સત્તાવાર જાહેરાત કરાશે.
ગુજરાતમાં સતત મજબૂત બની રહ્યો છે AAP પરિવાર 💯
આમ આદમી પાર્ટીની કામની રાજનીતિથી પ્રેરિત થઈને પાટીદાર મહિલા આગેવાન જીગીશાબેન પટેલ આજે રાષ્ટ્રીય સંયોજક શ્રી @ArvindKejriwal જીની ઉપસ્થિતમાં વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા.
“આપ” ગુજરાત પ્રદેશ પ્રમુખ @isudan_gadhvi, ધારાસભ્ય… pic.twitter.com/LpXExvC4Ux
— AAP Gujarat (@AAPGujarat) October 30, 2025
અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન ગુજરાત પહોંચ્યા
ગુજરાતમાં ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટીના મહાસંમેલન માટે અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન ગુજરાત પહોંચ્યા છે. હિરાસર એરપોર્ટ પર આપના ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા અને સહિત મોટી સંખ્યામાં આપ કાર્યકરો દ્વારા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટ એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને કહ્યું કે, 37 વર્ષ પહેલા કોંગ્રેસે ખેડૂતો પર અત્યાચાર કરીને ભૂલ કરી હતી એજ ભૂલ ભાજપે અત્યારે કરી છે. ખેડૂતોનો અવાજ આમ આદમી પાર્ટી બનવા જઈ રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ: દોઢ વર્ષથી બંધ કાંકરિયા બોટિંગ સેવા ફરી શરૂ થશે!












