ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: દોઢ વર્ષથી બંધ કાંકરિયા બોટિંગ સેવા ફરી શરૂ થશે!

  • વડોદરાના હરણી કાંડ પછી બોટીંગ પ્રવૃત્તિ બંધ કરાઈ હતી
  • કાંકરિયામાં બંધ કરાયેલું બોટિંગ ફરી શરૂ કરવા સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી
  • દસ દિવસમાં કાંકરિયામા ફરીથી બોટીંગ શરૂ થવાનો વિશ્વાસ વ્યકત કર્યો

અમદાવાદના કાંકરિયા તળાવમાં વડોદરાના હરણી કાંડ પછી બોટીંગ પ્રવૃત્તિ બંધ કરાઈ હતી. 29 મે, 2024થી કાંકરિયામાં બંધ કરાયેલું બોટિંગ ફરી શરૂ કરવા સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપવાની સાથે એજન્સી આમ્રપાલી ઈન્ડ.લી.ની મુદત દોઢ વર્ષ માટે લંબાવી છે. કમિટીના ચેરમેને દસ દિવસમાં કાંકરિયામા ફરીથી બોટીંગ શરૂ થવાનો વિશ્વાસ વ્યકત કર્યો છે. પરંતુ સરકારની ગાઈડલાઈન મુજબ સબ કમિટી અને મેઈન કમિટી જયાં સુધી મંજૂરીની મહોર ના મારે ત્યાં સુધી કાંકરિયામાં બોટીંગ શરૂ થઈ શકે એમ નહીં હોવાનુ સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

18 ડિસેમ્બર, 2025 સુધી એજન્સીની મુદત વધારવા મંજૂરી આપી હતી

કાંકરિયા તળાવમાં ચાલતી બોટીંગ પ્રવૃત્તિ કોરોના મહામારીના કારણે બંધ રખાયા પછી મ્યુનિસિપલ કમિશનરે 18 ડિસેમ્બર, 2025 સુધી એજન્સીની મુદત વધારવા મંજૂરી આપી હતી. વડોદરા ખાતે હરણીકાંડની દુર્ઘટના પછી લગભગ દોઢ વર્ષથી કાંકરિયા તળાવમાં સરકારની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર સહીતની અન્ય બાબતોના કલીયરન્સને લઈ બંધ રાખવામા આવી હતી.

બોટીંગ ફરી શરૂ કરવા હજુ પણ કાયદાકીય આંટીઘુંટી યથાવત

એજન્સી દ્વારા સરકારની એસ.ઓ.પી.નુ પાલન કરવા ઉપરાંત વોટર સાઈડ સેફટી કમિટીની મંજૂરી તથા પરવાનગી મેળવી આપવાની બાંહેધરી અપાતા સ્ટેન્ડિંગ કમિટીએ જેટલો સમય બોટીંગ પ્રવૃત્તિ બંધ રહી એટલો સમય મુદત વધારી આપવા નિર્ણય કર્યો હોવાનુ દેવાંગ દાણીએ કહયુ છે. આ ઉપરાંત નગીનાવાડીમા ચાલતા મ્યુઝીકલ ફાઉન્ટેન અને લેસર શો કે જેની મુદતમાં પણ વધારો કરવામા આવ્યો છે. બોટીંગ ફરી શરૂ કરવા હજુ પણ કાયદાકીય આંટીઘુંટી યથાવત છે. આ કારણથી સબ કમિટી તમામ બાબતની ચકાસણી કરી મેઈન કમિટીને રીપોર્ટ આપશે. જે રીપોર્ટ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂ કરાશે. મ્યુનિસિપલ કમિશનર મંજૂરી આપશે એ પછી જ કાંકરિયા તળાવમા ફરીથી બોટીંગ પ્રવૃત્તિ શરૂ થઈ શકશે.

Back to top button