ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ, જાણો આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અમદાવાદ: ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની ગતિ ધીમી પડતાં વરસાદની ભારે ખેંચ વર્તાઈ રહી છે. હવામાન વિભાગના આંકડા અનુસાર, ચાલુ મોન્સૂન સીઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં માત્ર 4.60 ઇંચ વરસાદ જ નોંધાયો છે, જ્યારે સામાન્ય સરેરાશ 9.64 ઇંચ હોવો જોઈએ. આમ, રાજ્યમાં 31 ટકા વરસાદની મોટી ખોટ જોવા મળી રહી છે.

છેલ્લા 24 કલાકમાં વરસાદની સ્થિતિ

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 95 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું.

  • કપરાડા (વલસાડ): સૌથી વધુ 3.70 ઇંચ
  • ખેરગામ: 2.17 ઇંચ
  • કામરેજ: 2.13 ઇંચ
  • પેટલાદ: 2.05 ઇંચ
  • સોજીત્રા: 1.97 ઇંચ

ઉપરાંત ઘોઘંબા, નાનાપોંઢા, ભાવનગર, પલસાણા, વાલિયા, ધરમપુર, બારડોલી જેવા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

  • 18થી 20 જુલાઈ: અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો થી મધ્યમ વરસાદ સાથે ગાજવીજની સંભાવના.
  • 21થી 23 જુલાઈ: દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્થિતિ સામાન્ય રહેવાની સંભાવના.

અસરો અને ચિંતા

વરસાદની આ ખોટને કારણે ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ છે. વાવણી અને પાકની વૃદ્ધિ પર અસર પડી રહી છે. તેમજ જળાશયો અને ડેમોની સ્તર પણ નીચું આવી રહ્યું છે, જે પાણીના સંગ્રહ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.

આ પણ વાંચો: ગિરનાર પર્વત પર નવી ‘IN/OUT’ રજીસ્ટ્રેશન સિસ્ટમ: યાત્રાળુઓની સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય

Back to top button