ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગાંધીનગરમાં મોડી રાત સુધી ચાલી હર્ષ સંઘવીની બેઠક, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા

ગાંધીનગર: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી ગાંધીનગર ખાતે ગઇકાલે મોડી રાત સુધી એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી આ ગૃહ વિભાગની બેઠકમાં રાજ્ય પોલીસ વડા સહિત ગૃહ વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગરમાં મોડી રાત સુધી ચાલી ઉચ્ચસ્તરીય બેઠક

આ બેઠક દરમિયાન રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની વર્તમાન સ્થિતિ, ગુનાખોરી પર અંકુશ અને સુરક્ષા વ્યવસ્થાને લગતા ગંભીર મુદ્દાઓ પર સઘન ચર્ચા કરવામાં આવી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવા અને પોલીસતંત્રને વધુ સક્રિય કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. મોડી રાત સુધી ચાલેલી આ મેરેથોન બેઠકથી વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

આ પણ વાંચો: જોર્જ કુરિયને મોદી સરકારમાં કેન્દ્રીય રાજ્યમંત્રીના પદેથી રાજીનામું આપ્યું

Back to top button