MBBS એડમિશન મુદ્દે ગુજરાત HCનો મહત્ત્વનો નિર્ણય: રાજ્ય બહાર ધો. 10-12 ભણનારાઓને સ્ટેટ ક્વોટા ના મળે

Gujarat High Court MBBS Quota Verdict : ગુજરાતમાં જન્મેલા અને NEET પરીક્ષામાં ઉત્કૃષ્ટ સ્કોર મેળવનારા વિદ્યાર્થીઓ માટે પણ રાજ્યનો ડોમિસાઇલ ક્વોટા મેળવવો હવે સરળ નથી, જો તેમનું શાળાકીય શિક્ષણ બહારના રાજ્યમાં થયું હોય. ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેંચે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે, પિતાની બદલીના કારણે જો કોઈ વિદ્યાર્થીએ ધોરણ 10 અને 12 ગુજરાત બહાર પાસ કર્યું હોય, તો તેને MBBS માં પ્રવેશ માટે રાજ્યના સ્ટેટ ક્વોટાનો લાભ મળી શકે નહીં. આવા વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ક્વોટા (All India Quota) હેઠળ જ પ્રવેશ મેળવવો પડશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
શું હતો સમગ્ર મામલો?
ખાનગી બેંકમાં ફરજ બજાવતા SC કેટેગરીના એક અધિકારીના පුત્રનો જન્મ ગુજરાતમાં થયો હતો. પિતાની બદલી મહારાષ્ટ્રના પુણે ખાતે થતાં તેણે ધોરણ 10 અને 12નું ભણતર ત્યાંથી પૂરું કર્યું હતું. ત્યારબાદ તેણે NEET પરીક્ષામાં SC અનામત કેટેગરીના કટ-ઑફ કરતાં પણ વધુ ગુણ મેળવ્યા હતા.
વિદ્યાર્થીએ ગુજરાતના સ્ટેટ ક્વોટા હેઠળ MBBS માં પ્રવેશ માટે અરજી કરી હતી, પરંતુ પ્રવેશ નિયમો મુજબ તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. આ નિર્ણય સામે વિદ્યાર્થીએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, જ્યાં સિંગલ જજ અને ત્યારબાદ ડિવિઝન બેંચે પણ રાજ્ય સરકારના નિર્ણયને માન્ય રાખ્યો હતો.
આ પણ વાંચોઃ કિડનીમાં પથરી કે પેશાબમાં ઈન્ફેક્શન…કેવી રીતે ઓળખવું? નિષ્ણાત પાસેથી જાણો લક્ષણોમાં તફાવત
હાઇકોર્ટની મહત્ત્વની ટિપ્પણી અને નિર્ણય
હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે વિદ્યાર્થીનો જન્મ ગુજરાતમાં થયો છે અને તેની પાસે ડોમિસાઇલ છે. પિતાની બદલી નોકરીના ભાગરૂપે થઈ હોવાથી તેને સ્થાનિક ક્વોટાથી વંચિત રાખવો અન્યાયી છે.
સામે પક્ષે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી હતી કે, માત્ર રાજ્ય સરકારના ડેપ્યુટેશન પર ગયેલા કર્મચારીઓ અથવા ONGC કે નેવી જેવી અમુક ચોક્કસ સરકારી સંસ્થાઓના બદલીપાત્ર કર્મચારીઓના બાળકોને જ આ નિયમમાં છૂટછાટ મળે છે. અન્ય બેંક કે ખાનગી સંસ્થાઓના કર્મચારીઓ માટે આ સવલત નથી.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ડિવિઝન બેંચે સ્પષ્ટ કર્યું કે વર્તમાન નીતિ મુજબ ધોરણ 10 અને 12 રાજ્ય બહાર પાસ કરનાર વિદ્યાર્થીને સ્થાનિક ગણી શકાય નહીં.
આ પણ વાંચોઃ શુભમન ગિલે પ્રેક્ટિસ દરમિયાન માથા પર ચોંટાડ્યું ખાસ ડિવાઈસ: જાણો શું છે આ ‘TEMPLE’ ગેજેટ?











