ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: માર્ચના બીજા સપ્તાહમાં ગરમીનો પ્રકોપ વધશે, જાણો કયાં પડશે કાળઝાળ તાપ

  • હોળીના તહેવાર પહેલાં જ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આકરી ગરમીની શરૂઆત થવાની છે
  • ગરમીના પ્રકોપ વચ્ચે 6થી 15 દિવસ સુધી હિટવેવની અસર રહેશે

ગુજરાતમાં માર્ચ મહિનાની શરુઆતમાં વાતાવરણમાં ભલે મિશ્ર ઋતુનો માહોલ અનુભવાતો હોય પરંતુ એક સપ્તાહ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આકરી ગરમીની શરુઆત થવાની છે. તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર કરતાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં હોળીનો તહેવાર છે. ત્યારે હોળીના તહેવાર પહેલાં જ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

ગરમીના પ્રકોપ વચ્ચે 6થી 15 દિવસ સુધી હિટવેવની અસર રહેવાની છે

હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચના બીજા સપ્તાહથી ગરમીનો પ્રકોપ વરસવાનો છે જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે ગરમીના પ્રકોપ વચ્ચે 6થી 15 દિવસ સુધી હિટવેવની અસર રહેવાની છે. અગાઉના ઉનાળાની સરખામણીએ વર્ષ-2025માં ઉનાળાની ગરમીનો પ્રકોપ વધુ રહેશે એવી આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં 14મી માર્ચથી આકરો ગરમી પ્રકોપ વરસવાની આગાહી

ઉત્તર ગુજરાતમાં 14 માર્ચથી ગરમીનો પ્રકોપ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. માર્ચ મહિનામાં 1થી 5 દિવસ સુધી હિટવેવના કારણે ગરમીનો તીવ્ર અનુભવ થવાનો છે. સામાન્ય રીતે સમગ્ર રાજ્યમાં હિટવેવના 2થી 6 દિવસ રહેતા હોય છે, પરંતુ આ વખતે માર્ચ મહિના દરમિયાન હિટવેવની અસર જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા ગત રોજ તેના લાંબાજગાળાના પૂર્વાનુમાનમાં ઉત્તર ગુજરાતમાં 14મી માર્ચથી આકરો ગરમી પ્રકોપ વરસવાની આગાહી કરી છે. જેમાં માર્ચના બીજા સપ્તાહથી તાપમાનનો પારો 42 ડિગ્રીને આંબવાની સંભાવના છે.

આ પણ વાંચો: ગુજરાત સરકારમાં નોકરી માટે સ્પર્ધાત્માકપરિક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર

Back to top button