ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ગણેશ વિસર્જન દરમ્યાન કરુણાંતિકા, અલગ-અલગ જગ્યાએ 10 લોકોના ડૂબી જવાથી મોત

Gujarat News : ગુજરાતમાં ધામધૂમથી ગણપતિ વિસર્જનનો પ્રસંગ ઉજવાયો હતો. પરંતુ આ દરમિયાન કેટલીક જગ્યાએ કરુણ ઘટનાઓ પણ ધટી છે જેમાં અલગ-અલગ જગ્યાએ પાણીમાં ડૂબી જવાના કારણે 10 લોકોના મોત નિપજ્યા છે. સુરત, ધોળકા અને મોરબી જિલ્લામાં આ કરુણ ઘટનાઓ ઘટી છે. તો બીજી તરફ અમરેલીના બાબરામાં ગણપતિ વિસર્જન કરવા ગયેલા લોકોને ચેકડેમમાંથી ચાર મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઈ છે. ત્યારે  આ ચારેય લોકો નાવા જતા ડૂબ્યા હોવાનું પ્રાથમિક અનુમાન છે.

ધોરણ પારડી ગામે હોડી પલટી જતા 5 લોકો પાણીમાં ગરકાવ

કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામે સાંજે તાપી નદીના કિનારે વિસર્જન અર્થે ગયેલી હોડી અચાનક પલટી મારી જતા 5 લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાં મેર રાજુભાઈ લાલાભાઈ (ઉં.વ.21), શિયાળિયા દાનાભાઈ સુખાભાઈ (ઉં.વ.26) અને સાદુલભાઈ ભુલાભાઈ મેર (ઉં.વ.23) (ત્રણેય રહે.ગુરુકૃપા સોસાયટી, ખોલવડ, કામરેજ, જી.સુરત)ના ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજ્યા છે. માંગરોળના લિડીયાત અને કુંવરદા ગામે તેમજ ઓલપાડ તાલુકાના દિહેણ ગામે પણ ગણપતિ વિસર્જન દરમિયાન ત્રણ વ્યક્તિઓ ડૂબી ગયા હોવાની ઘટનાઓ નોંધાઈ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બગોદરા-શિયાળ રોડ પર દુર્ઘટના

બગોદરા-શિયાળ રોડ પર આવેલ થાળાવાળી પાણીની દીરમાં ગણપતિ વિસર્જન બાદ નાહવા પડેલા બે કિશોરો ડૂબવાની ઘટના સામે આવી છે. જેમાં બગોદરાના રહેવાસી મહાવીરસિંહ ગંભુભાઈ ચૌહાણ અને હર્ષરાજસિંહ વિજયસિંહ ચૌહાણ નામના કિશોરો શ્રીજીની પ્રતિમા પધરાવવા ગયા હતા. વિસર્જન બાદ બંને કિશોરો પાણીમાં નાહવા પડતાં ઊંડા પાણીમાં જવાથી ડૂબવા લાગ્યા હતા.આ દરમિયાન મહાવીરસિંહ ચૌહાણને તરતાં આવડતું હોવાથી તેમનો આબાદ બચાવ થયો હતો, જ્યારે હર્ષરાજસિંહ ચૌહાણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ગુમ થયા હતા.

મોરબીમાં મચ્છુ – 3 ડેમમાં 4 લોકો પાણીમાં ડૂબ્યા

મોરબીમાં મચ્છુ-3 ડેમમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા. મોરબી ફાયર ટીમને કોલ મળતા તુરંત રેસ્ક્યુ શરૂ કરી 2ને બચાવ્યા હતા. બીજા 2 યુવાનોના મૃતદેહ આજે મળ્યા છે. ગણેશ વિસર્જનના પર્વ પહેલાં જ બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે બનેલી હૃદયદ્રાવક ઘટનામાં મોટા દેવળિયા અને ધરાઈ દેવળિયા વચ્ચે દશામાના મંદિર પાછળ આવેલા ચેકડેમમાં નાહવા પડેલા કાકા-ભત્રીજા અને બે ભાણેજ સહિત 4 યુવકોના ડૂબી જવાથી મોત નીપજતાં પરિવારમાં કરુણ કલ્પાંત મચ્યો હતો. ગણપતિ વિસર્જન માટે આવેલા લોકોએ કાંઠે કપડા જોયા બાદ શંકા જતા ગ્રામજનોને જાણ કરી હતી.

 

આ પણ વાંચો : ભાદરવી પૂનમ-અંબાજી મેળાનો આજે છેલ્લો દિવસ, મંગળા આરતીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટ્યા

Back to top button