ગુજરાત કેબિનેટઃ જાણો જ્ઞાતિ વાઇઝ સમીકરણ

ગાંધીનગર, તા. 17 ઓક્ટોબર, 2025: ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત 26નું નવુ મંત્રીમંડળ જાહેર થયું હતું. જેમાં જ્ઞાતિને પણ ધ્યાનમાં રાખવામાં આવી હતી. OBC સમાજના 7, CM સહિત 8 પાટીદાર મંત્રી ૩ અનુસૂચિત જાતિ, આદિવાસી 4 મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત 1 અનાવિલ બ્રાહ્મણ, જૈન સમાજમાંથી 1 મંત્રી તથા ક્ષત્રિય સમાજમાંથી 2 ચહેરાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું.
પડતાં મુકાયેલા મંત્રીઓમાં મૂળુભાઈ બેરા, બળવંતસિંહ રાજપૂત, ભાનુબેન બાબરીયા, કુબેર ડિંડોર, રાઘવજી પટેલ પહેલી હરોળમાં બેઠા હતા. રિપીટ કરાયેલા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રીએ ફોન કરીને જાણ કરી હતી અને કહ્યું હતું કે આપણે સાથે છીએ તમારે શપથ લેવાના છે. તો નવા મંત્રીઓને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ફોન કરીને જાણ કરી હતી.
રિવાબા જાડેજાને મંત્રી બનાવાતા રવિન્દ્રસિંહ જાડેજા સહિત પરિવાર મહાત્મા મંદિર પહોંચ્યા હતા. જ્યારે જેની ચર્ચા હતી તેવા જયેશ રાદડીયાને મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું હોવા છતાં ઉપસ્થિત રહ્યા હતા.












