ગુજરાત બોર્ડના વિદ્યાર્થી માટે સારા સમાચાર, 2027થી બારકોડવાળી માર્કશીટ મળશે

ગાંધીનગર, 30 માર્ચ 2026: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને અપાતી માર્કશીટમાં 2027થી મોટા ફેરફાર જોવા મળી શકે છે. હાલ વિદ્યાર્થીઓને જે માર્કશીટ અપાય છે તેમાં બારકોડ નથી હોતો. જેથી ડિજિટલ વેરિફિકેશનમાં મુશ્કેલી પડતી હોય છે. પરંતુ હવે 2027ની બોર્ડ પરીક્ષાથી વિદ્યાર્થીઓને ધોરણ 10-12ની માર્કશીટ બારકોડ સાથેની અપાશે. જેમાં નીચેની બાજુએ અલગથી બારકોડ મુકાશે. જે સ્કેન કરીને વિદ્યાર્થી ડિજિટલ કોપી પણ રાખી શકશે અને વેરિફિકેશનમાં પણ સરળતા રહેશે.
વિદ્યાર્થીઓને વેરિફિકેશનમાં મોટી રાહત મળશે
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ધોરણ 10 અને 12ના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાય છે અને આ લાખો વિદ્યાર્થીઓને અપાતી માર્કશીટમાં છેલ્લા 21 વર્ષથી કોઈ અપડેટેશન ન કરાયું હોય કે ડિજિટલાઇઝેશન ન થયું હોય અને ફોર્મેટ ન બદલાયું હોવાની ફરિયાદ ઊઠી છે.
કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે ફરિયાદ કરતા કહ્યું કે, ગુજરાત શિક્ષણ બોર્ડની માર્કશીટ આજે પણ દાયકાઓ જૂના ફોર્મેટમાં જ અપાય છે. અન્ય રાજ્યો અને સીબીએસઈ બોર્ડ દ્વારા ક્યુઆર કોડ, ડિજિટલ સિગ્નેચર સાથેની માર્કશીટ અપાય છે અને ડિજિલોકરમાં પણ પરિણામ સાથે જ માર્કશીટનો ડેટા મુકાતો હોવાથી વિદ્યાર્થીને ડિજિલોકરમાંથી પણ માર્કશીટ મળે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
કોંગ્રેસની આ ફરિયાદ વચ્ચે ગુજરાત બોર્ડમાંથી મળતી માહિતી મુજબ હવે આગામી 2027ની પરીક્ષાથી ધોરણ 10 અને 12ના લાખો વિદ્યાર્થીઓનો ક્યુઆર-બારકોડ સાથેની ડિજિટલાઇઝ્ડ માર્કશીટ આપવામાં આવશે. જે માટે માર્કશીટનું ફોર્મેટ બદલાશે. જોકે ડિજિટલ સિગ્નેચર અને ફોટા માટેની કોઈ વિચારણા હાલ બોર્ડ દ્વારા થઈ નથી. ક્યુઆર કોડ સાથે માર્કશીટ મળશે.
આ પણ વાંચો: બોયફ્રેન્ડ સાથે લગ્ન ન થતાં છોકરીએ ગામમાં 18 કાંડ કર્યા, બાળકીનું માથું કાપી છત પર લટકાવી દીધું












