ગુજરાત : તાલાલામાં ભાજપ પ્રમુખને દારૂ પી હોબાળો કરવો ભારે પડ્યો
- તાલાલામાં ભાજપ પ્રમુખે દારૂ પીને હોબાળો મચાવ્યો હતો
- ધરપકડ થતાં પાર્ટીએ રાજીનામું લઈ લીધું છે
- ભાજપ પ્રમુખ દારૂ પીધેલી હોવાથી પ્રોહીબિશન કલમ લગાવાઇ
તાલાલા શહેર ભાજપ પ્રમુખ સુનિલ રમણ ગંગદેવે દારૂ પીને હોબાળો કરતા પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કરતા ખળભળાટ મચી ગયો છે. આ બનાવથી ભાજપના કાર્યકરોમાં સન્નાટો છવાઈ ગયો છે. હવે આ ભાજપ નેતાનું રાજીનામું લેવાયું છે.
ભાજપ પ્રમુખે દારૂ પીને એક મહિલા સહિત ત્રણ લોકો ઉપર હુમલો કર્યો
ઉલ્લેખનીય છે કે તાલાલા શહેરના વિરપુર રોડ ઉપર આવેલ સોમનાથ સોસાયટીમાં નાના બાળકો રમતા હતા. ત્યાંથી પસાર થતા તાલાલા ભાજપ પ્રમુખે બાળકો પાસે આવી ગાળો બોલતા રહીશ રૂચિતભાઈએ ગાળો બોલવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા પ્રમુખે બેટથી રૂચિત તથા છોડાવવા આવેલ એક મહિલા સહિત ત્રણ લોકો ઉપર હુમલો કર્યો હતો, જેમાં રૂચિત તથા તેમના માસી રશ્મિતાબેનને ઈજા થતાં તાલાલા હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા.
ભાજપ પ્રમુખ દારૂ પીધેલી હોવાથી પ્રોહીબિશન કલમ લગાવાઇ
આ બનાવ અંગે પોલીસે રૂચિતની ફરિયાદ લઈ ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવ સામે બી.એન.એસ. 115(2) તથા 352,351(3) અને જી.પી.એ 135 મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરવા ગયા હતા. આ દરમિયાન ભાજપ પ્રમુખ દારૂ પીને લથડિયા મારતા હતા. તેની દારૂ પીધેલી હાલતમાં મારામારીના ગુનામા ધરપકડ કરી હતી. આ સાથે ભાજપ પ્રમુખ દારૂ પીધેલી હોવાથી પ્રોહીબિશન કલમ 66(1)બી 85-1-3 મુજબ વધુ એક ગુનો દાખલ કર્યો હતો.
આ પણ વાંચો: સુરત : પાલિકાના કેટલાક પ્લોટ મેયરના ભાઈબંધુઓને ફાળવી દેવાયાનો ગંભીર આક્ષેપ












