ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: દિવાળીમાં ઓનલાઇન ખરીદીમાં સાવધાન રહેજો, સાયબર ફ્રોડ વધવાનું જોખમ

  • દિવાળીમાં સાયબર ક્રાઈમમાં 60 ટકા જેવો ઉછાળો આવવાની સંભાવના
  • ઈન્ટરનેશનલ ફ્રોડ નેટવર્ક સાથે સાયબર ગઠિયાઓ સક્રિય થવાની તૈયારીમાં
  • 2 ટકા અરજીઓમાં એફઆઈઆર નોંધાવાઈ હતી

દિવાળીમાં સાયબર ક્રાઈમમાં 60 ટકા જેવો ઉછાળો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક બજારોમાંથી ખરીદીની સાથોસાથ જ સારી સ્કીમ્સની ઓફર સાથે ઓનલાઈન માર્કેટ પણ ધમધમવાની છે. બજારો સજ્જ બની રહી છે સાથે જ 100 પ્રકારના ગુનાના ઈન્ટરનેશનલ ફ્રોડ નેટવર્ક સાથે સાયબર ગઠિયાઓ સક્રિય થવાની તૈયારીમાં છે.

લોભામણી લાલચમાં લોકોને ફસાવવાના કારસ્તાન

ઓનલાઈન શોપિંગની આડઅસર ગણો કે લોભામણી લાલચમાં લોકોને ફસાવવાના કારસ્તાન, વર્ષ 2023માં નવરાત્રિ – દિવાળી દરમિયાન સાયબર ક્રાઈમમાં 54 ટકા અને 2024માં 60 ટકાનો વધારો નોંધાયો હતો તેમાં આ વખતે 60 ટકા ઉછાળો આવવાની ધારણા વ્યક્ત કરવામાં આવે છે. બજારની સ્કીમો વચ્ચે સાયબર ગઠિયાઓની સ્કીમ સામે સતર્કતા જ શ્રેષ્ઠ ઉપાય છે.

2 ટકા અરજીઓમાં એફઆઈઆર નોંધાવાઈ હતી

જાન્યુઆરી 2020થી મે 2023 સુધીમાં ગુજરાતમાંથી જ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર 1.59 લાખ લોકોએ અરજી કરી હતી. રાજ્યના સાયબર ક્રાઇમ ટાર્ગેટેડ નવ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. જોકે ગુના નોંધવાના મામલે ગુજરાતનો નંબર છઠ્ઠો આવે છે. દેશભરમાં સાયબર ક્રાઇમની કુલ 22.57 લાખ અરજી આવી હતી તેમાંથી માંડ 2 ટકા અરજીઓમાં એફઆઈઆર નોંધાવાઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં માનસિક રોગોનું પ્રમાણ વધ્યું, કારણ છે ચોંકાવનારું 

Back to top button