અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત ATSને NDPS કેસમાં 72 કલાકની સઘન કાર્યવાહી બાદ મોટી સફળતા

અમદાવાદ 17 જુલાઈ 2025: ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS)એ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ 72 કલાકની સઘન કાર્યવાહી બાદ મોટી સફળતા હાંસલ કરી છે. આ કાર્યવાહીમાં બે રાજ્યો, ગુજરાત અને મધ્યપ્રદેશ, તેમજ રાજસ્થાનમાંથી ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
અટકાયત કરાયેલા આરોપીઓમાં અસ્લમ ખાન જાવરા અને કાલુરામ પાટીદારની મધ્યપ્રદેશથી, જ્યારે સકિલ મોહમ્મદની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી. આ ઉપરાંત, અગાઉ પકડાયેલા આરોપી અજય જૈન ગેરકાયદેસર માદક પદાર્થો અલ્ટ્રાઝોલમ અને ટ્રામાડોલનું વેચાણ આરોપી વિજય મકવાણા પાસેથી લઈને આ આરોપીઓને વેચતો હતો. અસ્લમ ખાન અને કાલુરામ વિરુદ્ધ અગાઉ પણ NDPS એક્ટ હેઠળ ગુના નોંધાયેલા છે.
આ કેસની તપાસનો ભાગ ગત જાન્યુઆરી 2025માં ખંભાતના નેજા ગામમાં આવેલી ગ્રીનલાઇફ ઇન્ડસ્ટ્રીઝ નામની મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી શરૂ થયો, જ્યાં ATSએ 107 કરોડથી વધુના મૂલ્યનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ યુનિટમાંથી 107 કિલો અલ્પાઝોલમ અને 2518 કિલો અન્ય કેમિકલ જપ્ત કરવામાં આવ્યા હતા. વધુ તપાસ દરમિયાન, ATSએ ધોળકાના એક વેરહાઉસમાંથી 500 કિલો ટ્રામાડોલ પણ કબજે કર્યું હતું.
ATSના અધિકારીઓએ જણાવ્યું કે આ ડ્રગ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે તપાસ હજુ ચાલુ છે અને વધુ આરોપીઓની ધરપકડ થઈ શકે છે. આ કાર્યવાહીથી ગેરકાયદેસર ડ્રગ્સના વેચાણ અને ઉત્પાદનની ગેરકાયદેસર ચેઈન પર મોટો આંચકો લાગ્યો છે.
Back to top button