ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ધારાસભ્યોની સંખ્યા 182થી વધીને 273 થઈ જશે, લોકસભાના સાંસદોની સંખ્યા પણ વધશે?

ગાંધીનગર, 26 માર્ચ 2026: 2029ની લોકસભા ચૂંટણી પહેલા દેશના રાજકીય નક્શામાં મોટા ફેરફાર થઈ શકે છે. કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય 2029ની લોકસભા ચૂંટણી પહેલા દેશભરમાં મહિલા અનામત લાગૂ કરવાનો છે. એટલે કે રાજ્ય વિધાનસભાથી લઈને લોકસભા સુધી યોજાનારી ચૂંટણીમાં મહિલાઓને 1/3 અનામત મળશે. આ પહેલાં પરિસીમન થશે અને દેશભરમાં દરેક રાજ્યોમાં વિધાનસભા અને લોકસભાની સીટો વધી જશે. તેવામાં ગુજરાતમાં પણ ધારાસભ્યોની સંખ્યા વર્તમાન 182થી વધીને 273 થઈ શકે છે.

કેન્દ્ર સરકાર મહિલા અનામત લાગૂ કરશે તો તેની સીધી અસર ગુજરાત પર પણ થશે. ગુજરાતમાં વિધાનસભા બેઠકોના નવા પરિસીમન થશે અને નવી બેઠકો પણ અસ્તિત્વમાં આવશે. વર્તમાનમાં ગુજરાતમાં 182 વિધાનસભા સીટો છે, જે વધીને 273 સુધી પહોંચી શકે છે. એટલે કે રાજ્યમાં 90 જેટલી બેઠકો વધી જશે. પરિસીમન બાદ વર્તમાન વિધાનસભાની બેઠકોમાં મોટા ફેરફાર થશે. ઘણી નવી બેઠકો અસ્તિત્વમાં આવવાની સાથે ઘણી બેઠકોના નામ પણ બદલાઈ જશે.

ગુજરાતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે પણ બેઠકો અનામત છે. જો વિધાનસભાની બેઠકો વધીને 273 થાય તો અનામત બેઠકોમાં ફેરફાર થઈ શકે છે. બીજીતરફ ગુજરાત વિધાનસભાની 273 બેઠકોમાંથી 1/3 એટલે કે 91 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. મહિલા અનામત લાગૂ થયા બાદ ગુજરાત વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધી જશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

1 મે 1960ના વર્ષમાં જ્યારે ગુજરાતને મહારાષ્ટ્રથી અલગ બનાવવામાં આવ્યું ત્યારે રાજ્યમાં 132 વિધાનસભા બેઠકો હતી. ત્યારબાદ 1962મા 154 બેઠકો થઈ અને 1967મા ધારાસભ્યોની બેઠકો વધીને 168 પહોંચી હતી. ત્યારબાદ 1975મા ગુજરાતમાં 182 ધારાસભ્યોની સંખ્યા નક્કી થઈ હતી, જે હજુ સુધી યથાવત છે.

વિધાનસભાની બેઠકોમાં ફેરફાર થવાની સાથે ગુજરાતમાં રાજ્યસભાની સીટો પણ વધી જશે. વર્તમાનમાં ગુજરાતમાં 11 વિધાનસભાની બેઠકો છે, જેમાં વધારો થશે. આ સિવાય ગુજરાતમાં વર્તમાનમાં 26 લોકસભા બેઠકો છે, જેની સંખ્યા વધીને 39 થઈ જશે. 2029મા જ્યારે લોકસભા ચૂંટણી યોજાશે ત્યારે ગુજરાતમાં લોકસભા સાંસદોની સંખ્યા વધીને 39 થઈ શકે છે, જેમાં 13 જેટલી બેઠકો મહિલા સાંસદો માટે અનામત રહી શકે છે.

આ પણ વાંચો: આંધ્ર પ્રદેશમાં ભયાનક રોડ અકસ્માત: ટ્રકે બસને ટક્કર મારતા આગ લાગી, 10 લોકોના મોત

Back to top button