ગુજરાતવર્લ્ડ

સાણંદ દારૂની મહેફિલમાં કોણ કોણ હતા સામેલ? ઝડપાયેલાના સામે આવ્યા નામ

Gujarat News: અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક ગોરજ ગામની સીમમાં આવેલી સફલ નિર્વાણા ગ્રીન્સ ફાર્મહાઉસમાં મોડી રાતે ચાલી રહેલી હાઇ-પ્રોફાઇલ દારૂ પાર્ટી પર પોલીસે અચાનક દરોડો પાડતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ફરી એકવાર કાયદાની ખુલ્લેઆમ ઉલ્લંઘના સામે આવી છે.

ઉજવણી માટે આ પાર્ટીનું આયોજન કર્યું હતું

પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈ નિવાસી અમિત ગોપીલાલ પચેરીવાલે પોતાના સાઢુ આદર્શ અગ્રવાલની 25મી લગ્ન એનિવર્સરીની ઉજવણી માટે આ પાર્ટીનું આયોજન કર્યું હતું. બહારથી જોતા આ એક ખાનગી પરિવારિક સમારોહ જણાતો હતો, પરંતુ અંદર DJ મ્યુઝિક, લાઇટિંગ, ફૂડ કાઉન્ટર સાથે દારૂ અને હુક્કાની ભવ્ય મહેફિલ ચાલી રહી હતી.

પોલીસે દરોડો પાડી 81ની અટકાયત કરી હતી

બુધવાર (4 ફેબ્રુઆરી 2026)ની મોડી રાતે સાણંદ પોલીસે દરોડો પાડી પાર્ટીમાં હાજર કુલ 81 લોકોની અટકાયત કરી હતી, જેમાં 43 પુરુષો અને 38 મહિલાઓનો સમાવેશ થાય છે. બાદમાં 38 મહિલાઓને નોટિસ આપી મુક્ત કરવામાં આવી હતી. પાર્ટીમાં શહેરના પ્રતિષ્ઠિત વર્ગ સાથે સંકળાયેલા લોકો હાજર હોવાનું પણ સામે આવ્યું છે. આ દારૂ પાર્ટીમાં ઝડપાયેલી મહિલાઓને નોટિસ આપીને છોડી દેવામાં આવી છે.

ફાર્મહાઉસ રવી ગોરખપુરીયાનું હોવાનું ખુલ્યું

પોલીસે દરોડા દરમિયાન વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની શીલબંધ બોટલો, હુક્કા, સાઉન્ડ સિસ્ટમ તેમજ લક્ઝુરીયસ કારો સહિત બે કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફાર્મહાઉસ પ્લોટ નં.200 અમિત પચેરીવાલના મિત્ર રવી ગોરખપુરીયાનું હોવાનું ખુલ્યું છે. આ સમગ્ર મામલે સાણંદ પોલીસ દ્વારા ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ), 66(1)(બી), 75(એ), 81, 84, 85 અને 116(બી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દારૂબંધીના કડક કાયદા વચ્ચે ફરી એકવાર થયેલી આ ઘટના રાજ્યની કાયદા વ્યવસ્થા માટે મોટો પડકાર બની છે.

મહેફિલમાં ઝડપાયેલા પુરુષોના નામ નીચે પ્રમાણે છે.

આદર્શ જગદીશભાઈ અગ્રવાલ (સરખેજ સાણંદ રોડ, સનાથલ)
અમિત ગોપીલાલ પચેરીવાલ (મરીન ડ્રાઈવ મુંબઈ)
સંકેત અનિલકુમાર તોડી (બોડકદેવ, અમદાવાદ)
સચિન સજ્જન કેજરીવાલ (ઉલારીયા, અમદાવાદ)
નિપુણ રાકેશ ખંડેરવાલ (બોપલ, અમદાવાદ)
અશ્વિન દિનેશભાઈ કલંતરી (આંબાવાડી, અમદાવાદ)
વિવેક જગદીશ કેડીયા (થલતેજ, અમદાવાદ)
સિદ્ધાર્થ રમેશભાઈ પટેલ (થલતેજ, અમદાવાદ)
ધ્વનિતભાઈ કૌશિકભાઈ શાહ (નવરંગપુરા, અમદાવાદ)
સિદ્ધાર્થ સુનિલકુમાર ચૌધરી (બોડકદેવ, અમદાવાદ)
નવીનભાઈ હરિપ્રસાદ ગુપ્તા (રહે. ગુરુકુળ)
આશિષ અશોકભાઈ બોથરા (મુંબઈ)
મિલાપસિંહ દશરથસિંહ જાડેજા (સનાથલ, અમદાવાદ)
અરવિંદ યોગેશ ગોયલ (ઉલારીયા, અમદાવાદ)
રાહુલ કમલ જાલાણ (શાહીબાગ, અમદાવાદ)
સુમિતભાઈ શિવકુમાર કારીવાલા (ઉલારીયા અમદાવાદ)
દિપેશભાઈ દેવરાજભાઈ અગ્રવાલ (થલતેજ અમદાવાદ)
યોગેશ નવરત્ન તોડી (શીલજ, અમદાવાદ)
રાજીવ માંગીલાલ બીનાકીયા (લો ગાર્ડન અમદાવાદ)
રવિ અશોકકુમાર અગ્રવાલ (સનાથલ, અમદાવાદ)
અંકુર હરીભાઈ ખૈતાન (સનાથલ, અમદાવાદ)
રાજીવ સજ્જન અગ્રવાલ (થલતેજ, અમદાવાદ)
અભિષેક કિશનલાલ અગ્રવાલ (અમદાવાદ)
પરાગ રઘુનાથ અડુકીયા (સેટેલાઈટ, અમદાવાદ)
પુનિત સુરેશ અગ્રવાલ (નવરંગપુરા, અમદાવાદ)
સમિર સુધિરભાઈ નાણાવટી (ક્લબ ઓ સેવન રોડ, શેલા)
બિપીન નિર્દેશભાઈ જાની (ઈન્દ્રપ્રસ્થ સોસાયટી, અમદાવાદ)
પ્રિતેશ અગ્રવાલ (સનાથલ, અમદાવાદ)
કિષાનું સુરેકા (પ્રહલાદનગર, અમદાવાદ)
અંકુર રાકેશભાઈ શર્મા (થલતેજ, અમદાવાદ)
પ્રથમ અમિત કચેરીવાલા ઉવારક (મુંબઈ)
સંવિત અનિલભાઈ તોડી (શેલા, અમદાવાદ)
અભિષેક ગોહિંદર કપુર (ઉલારીયા, અમદાવાદ)
આનંદ સુરેશચન્દ્ર અગ્રવાલ (શીવરંજની, જોધપુર, અમદાવાદ)
તરંગ જીનેન્દ્રભાઈ શાહ (નવરંગપુરા, અમદાવાદ)
શુભમ મનિષ કેડીયા (પ્રહલાદનગર, અમદાવાદ)
રોહિત એનએમ સુરેકા (સેટેલાઈટ, અમદાવાદ)
મનિષ કેશવભાઈ કેડીયા (પ્રહલાદનગર, અમદાવાદ)
ભવ્ય નરેશભાઈ જનશારી (પટેલવાસ, અમદાવાદ)
વિશ્વજીતદાસ ખીતીશચંદ્ર દાસ (થલતેજ, અમદાવાદ)
નિરંજન પ્રદિપ પાસવાન (દરીયાપુર, અમદાવાદ)
દેવેન્દ્રસિંગ કુશાલસિંગ રાવત (ચેનપુર ન્યુ રાણીપ, અમદાવાદ)
વિજયસિંહ પ્રતાપસિંહ રાણા (સાણંદ જી.અમદાવાદ)

આ પણ વાંચો : ‘લોકસભામાં વડાપ્રધાન સાથે કંઈ પણ થઈ શક્યું હોત..’, સ્પીકર ઓમ બિરલાનું મોટું નિવેદન

Back to top button