VIDEO : અમદાવાદમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈન, ટાંકી ફૂલ કરાવવા લોકો ઉમટી પડ્યા

Ahmedabad Rush on Petrol Pump: અમેરિકા-ઈઝરાયલ અને ઈરાક વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના જાહજો મધ્ય પૂર્વમાં અટવાઈ ગયા છે, જેના કારણે ગુજરાત સહિત દેશમાં ઈંધણની અછત વર્તાઈ છે. એક તરફ ગુજરાતમાં પેટ્રોલ ડીઝલનો પુરવઠો હોવાની વાત કરી રહી છો તો બીજી તરફ ગુજરાતના પેટ્રોલ પંપ પર લોકોની ભીડ ઉમટી પડી છે. સુરત અને રાજકોટમાં ડીલરોને પેટ્રોલ ડીઝલનો પુરવઠો ઓછો મળતા કેટલાક પેટ્રોલ પંપ પર વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે.
પેટ્રોલ પંપ બંધ થવા તેમજ વેચાણ ઓછું થવાની વાત વાયુ વેગે ફેલાઈ જતા અમદાવાદમાં લોકો પેટ્રોલ પંપ પર પોતાના વાહનની ટાંકી ફૂલ કરાવવા ઉમટી પડ્યા છે. અમદાવાદ શહેરમાં અચાનક અનેક પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળતાં શહેરમાં ચિંતા અને ગભરાટનો માહોલ સર્જાયો છે. વિવિધ વિસ્તારોમાં વાહનચાલકો પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે વહેલી તકે પંપ પર પહોંચી જતા ભીડ વધતી ગઈ હતી. કેટલાક સ્થળોએ તો વાહનોની લાઈનો રોડ સુધી લંબાઈ ગઈ હતી, જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉભી થઈ હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઘણા લોકો પોતાના વાહનોમાં પૂરતું ઇંધણ હોવા છતાં પણ સાવચેતીરૂપે ટાંકી ભરાવવા માટે પંપ પર પહોંચી ગયા છે. આ કારણે અચાનક માંગમાં વધારો થયો અને પેટ્રોલ પંપ પર ભીડ જામી ગઈ. ભીડ એટલી પ્રચંડ હતી કે પેટ્રોલ પંપના કર્મચારીઓ ટૂંકા પડ્યા હતા, અને સ્થિતિને કાબૂમાં લેવા માટે પંપ માલિકના પરિવારના સભ્યોએ પણ મેદાનમાં ઉતરવું પડ્યું હતું. એક વીડિયા વાયરલ થઈ રહ્યો છે જેમાં તાજ સ્કાઈલાઈન બોપલ એસ.પી રીંગ રોડ પર લાંબી કતાર લાગી છે. તો બીજી તરફ થલતેજ શેલ પેટ્રોલ પંપ પર પણ લાઈનો લાગી છે.
અમદાવાદમાં પકવાન સર્કલ પાસે આવેલા HPના પંપ પર કાર, બાઈકની લાંબી લાઈન લાગી હતી. તો બીજી તરફ બોપલ આંબલી રોડ પર આવેલા સેલના પેટ્રોલ પંપ પર પણ વાહોનોની ભીડ જોવા મળી હતી. તો મહાલક્ષમી પેટ્રોલ પંપ પર કારની લાંબી લાઈન જોવા મળી હતી. પેટ્રોલની લઈને વાહનચાલકોમાં ટેન્શન હોય તેમ પંપ પર પહોંચી ગયા છે. અનેક પેટ્રોલ પંપ પર ‘નો સ્ટોક’ના બોર્ડ જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં આફવાને લીધે કેટલાક પેટ્રોલ પંપ પર લોકોની કતાર જોવા મળી રહી છે. એક વાત એ પણ સામે આવી છે કે પેટ્રોલ પૂરતું છે પણ એની ડિલિવરી ટાઈમ ટુ ટાઈમ ન થવાને લીધે થોડીક મુશ્કેલી સર્જાઈ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કચ્છના રાપર તાલુકામાં ઈંધણની અછતનો પ્રભાવ જોવા મળ્યો હતો. હિન્દુસ્તાન પેટ્રોલિયમ પંપ પર નિયમિત સપ્લાય ચાલુ છે જ્યારે અન્ય પંપ પર ઈમરજન્સી મુજબ વિતરણ કરવામાં આવી રહ્યું છે. વાહનચાલકોને જરૂર મુજબ પેટ્રોલ-ડીઝલ અપાય છે. IOCના પંપ તથા નાયરા પંપ પર ઈમરજન્સી મુજબ પેટ્રોલ ડીઝલ વિતરણ કરવામાં આવે છે.
આ પણ વાંચો : માઠા સમાચાર: અહીં નહીં મળે પેટ્રોલ-ડીઝલ, પેટ્રોલ પંપ થયા બંધ












