ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

માઠા સમાચાર: રાજકોટમાં 10 વાગ્યા પછી નહીં મળે પેટ્રોલ-ડીઝલ, વડોદરામાં ખાનગી પેટ્રોલ પંપ બંધ

Private Petrol pumps closed: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભારે તણાવની અસર ભારતમાં દેખાવા લાગી છે. આ યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઈલની સપ્લાય ચેન તૂટી ગઈ છે. જેના કારણે હવે ગુજરાતમાં તેની માઠી અસર દેખાવા લાગી છે. આ જ કારણે વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલનો જથ્થો મોડો આવી રહ્યો છે. પુરવઠો ખોરવાવાને કારણે શહેરના મોટાભાગના ખાનગી પેટ્રોલ પંપો પર સ્ટોક ઓછો થઈ ગયો છે. સરકારી પંપો સિવાયના ખાનગી પંપો બંધ થઈ જતાં વાહનચાલકોમાં મોટો ફફડાટ ફેલાયો છે.

મિડલ ઇસ્ટ (મધ્ય પૂર્વ) દેશોમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની માઠી અસર હવે ગુજરાતના જનજીવન અને ઈંધણ પુરવઠા પર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની સપ્લાય લાઇન ખોરવાતા ગુજરાતના વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત સર્જાઈ છે. ખાસ કરીને ખાનગી કંપનીઓના પેટ્રોલ પંપો પર ઈંધણનો જથ્થો ખૂટી પડતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલનો જથ્થો મોડો આવી રહ્યો છે. પુરવઠો ખોરવાવાને કારણે શહેરના મોટાભાગના ખાનગી પેટ્રોલ પંપો પર સ્ટોક ઓછો છે. સરકારી પંપો સિવાયના ખાનગી પંપો બંધ થઈ જતાં વાહનચાલકોમાં ફાળ પડી છે. લોકોએ પોતાના વાહનોમાં ઈંધણ ભરાવવા માટે સરકારી પેટ્રોલ પંપો પર ભારે ભીડ જમાવી છે, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ રહી છે. વાહનચાલકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે જો સ્થિતિ જલ્દી નહીં સુધરે તો પરિવહન વ્યવસ્થા ઠપ્પ થઈ શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રાજકોટમાં રાત્રે 10 વાગ્યા પછી પંપ બંધ રાખવાનો નિર્ણય

તો વળી બીજી તરફ, રાજકોટમાં પણ પરિસ્થિતિ ગંભીર બની રહી છે. પેટ્રોલ-ડીઝલની અનિયમિત સપ્લાયને જોતા રાજકોટ પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટના ખાનગી પેટ્રોલ પંપ સંચાલકોએ જાહેરાત કરી છે કે હવેથી રાત્રે 10 વાગ્યા પછી પેટ્રોલ પંપ બંધ રાખવામાં આવશે. એટલે કે, જનતાને માત્ર રાત્રે 10 વાગ્યા સુધી જ ઈંધણ મળી શકશે.

આ પણ વાંચો: ઘરની વહુએ પ્રેમી સાથે મળીને સાસુના હાથ-પગ બાંધી ગળું દબાવી દીધું, બંનેની ધરપકડ થઈ

Back to top button