ગુજરાત

NG Group દ્વારા સ્વ. નરસિંહભાઈ જી. પટેલની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Blood Donation Camp By NG Group: દાન અને સેવાભાવની પરંપરા માટે જાણીતા ગુજરાતમાં ફરી એકવાર માનવસેવાનો ઉત્તમ ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદ સ્થિત એન.જી. ગ્રુપ (NG Group) દ્વારા સ્વર્ગસ્થ CMD શ્રી નરસિંહભાઈ જી. પટેલની પુણ્યતિથિ નિમિત્તે વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકીય આયોજનમાં મોટી સંખ્યામાં લોકો જોડાય અને રક્તદાન દ્વારા માનવજીવન બચાવવાના પવિત્ર કાર્યમાં સહભાગી બને તે માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

યુવાનો અને જાગૃત નાગરિકોને ભાગ લેવા આમંત્રણ

એન.જી. ગ્રુપના આયોજન હેઠળ યોજાનારા આ બ્લડ ડોનેશન કેમ્પમાં સમાજસેવીઓ, યુવાનો અને જાગૃત નાગરિકોને ઉત્સાહભેર ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. ‘Donate Blood, Save Lives’ના સંદેશ સાથે આયોજિત આ કેમ્પમાં રક્તદાનનું મહત્ત્વ સમજાવી લોકોને માનવસેવા માટે પ્રેરિત કરવામાં આવશે.

આ તારીખે યોજાશે બ્લડ ડોનેશન કેમ્પ

એન.જી. ગ્રુપ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સોમવાર (25 મે, 2026)ના રોજ સવારે 10:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી યોજાશે. બ્લડ ડોનેશન કેમ્પનું સ્થળ 101થી 108, પલક પ્રાઈમ, ડબલ ટ્રી હિલ્ટન હોટલ સામે, આંબલી રોડ, અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું છે.

 

રક્તદાન એ મહાદાન સમાન

ઉદ્યોગ જગતમાં આગવી ઓળખ ધરાવતા સ્વ. નરસિંહભાઈ જી. પટેલની પુણ્યસ્મૃતિમાં આ સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકોના જણાવ્યા મુજબ, રક્તદાન એ મહાદાન સમાન છે અને એક વ્યક્તિનું દાન અનેક દર્દીઓ માટે જીવનદાયી બની શકે છે.

N.G. Group organizes a Blood Donation Camp on 25th May 2026 in memory of Late Shri Narsinhbhai G. Patel at Ambli Road, Ahmedabad

એન.જી. ગ્રુપ દ્વારા સતત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી એન.જી. ગ્રુપ દ્વારા સતત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. અગાઉ યોજાયેલા કેમ્પોમાં હજારો સીસી બ્લડ એકત્ર થયું હતું અને કંપનીના કર્મચારીઓ, સમાજસેવીઓ તેમજ નાગરિકોએ ઉત્સાહભેર સહભાગિતા નોંધાવી હતી. આ વર્ષે પણ લોકસેવાના આ કાર્યમાં લોકોનો બહોળો પ્રતિસાદ મળશે તેવી આયોજકો આશા વ્યક્ત કરી રહ્યા છે.

Back to top button