ગુજરાત: વિસાવદરમાં ભવ્ય જીત બદલ ગોપાલ ઈટાલિયાને AAP આપશે ઇનામ!
- વિસાવદરની પેટાચૂંટણીમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો વિજય થયો
- વિધાનસભામાં આપના ધારાસભ્યોનું સંખ્યાબળ વધીને પાંચ થયુ
- ગુજરાત વિધાનસભામાં આપનું પ્રતિનિધિત્વ વઘ્યુ છે
વિસાવદરની પેટાચૂંટણીમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે ત્યારે હવે વિધાનસભામાં સરકાર સામે આક્રમકતા સાથે ભીડવા માટે ઇટાલિયાને મેદાને ઉતારવા તૈયારી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યુ છે. ગોપાલ ઇટાલિયાને વિધાનસભામાં આપનું નેતાપદ અપાશે તેવી શક્યતા જોવાઇ રહી છે.
વિધાનસભામાં આપના ધારાસભ્યોનું સંખ્યાબળ વધીને પાંચ થયુ
ઉમેશ મકવાણા પાસેથી દંડકપદ છીનવી લેવાય તેવી શક્યતા છે. તથા ચૈતર વસાવાને દંડક બનાવાશે. વિસાવદરની પેટાચૂંટણીમાં ઇટાલિયાની જીત બાદ વિધાનસભામાં આપના ધારાસભ્યોનું સંખ્યાબળ વધીને પાંચ થયુ છે. આપના પાંચ ધારાસભ્યો પૈકી ચૈતર વસાવા જ નહી, પણ ગોપાલ ઇટાલિયા પણ આક્રમક નેતા તરીકે ઉભરી આવ્યાં છે. ગુજરાત વિધાનસભામાં આપનું પ્રતિનિધિત્વ વઘ્યુ છે ત્યારે આપના ધારાસભ્યોનુ મનોબળ પણ વધ્યું છે. સૂત્રોના મતે, આપનું કેન્દ્રીય નેતાગણ વિચારી રહ્યું છેકે, વિધાનસભાના સત્ર દરમિયાન સરકારને ભીડવવા માટે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા યોગ્ય છે.
ગોપાલ ઇટાલિયાને આપના નેતા બનાવાશે, જ્યારે દંડકપદ ચૈતર વસાવા
આ જોતાં વિધાનસભામાં ચૈતર વસાવાને બદલે ગોપાલ ઇટાલિયાને આપના નેતા બનાવાશે, જ્યારે દંડકપદ ચૈતર વસાવાની નિયુક્તિ થાય તેમ છે. આ જોતા ઉમેશ મકાવાણાને દંડક પદેથી હટાવાશે. વિધાનસભામાં કોંગ્રેસના યુવા-આક્રમક ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ભાજપને ભારે પડે છે તેમ હવે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાની જોડી ભાજપ માટે મુશ્કેલી ઉભી કરે તો નવાઇ નહી.
આ પણ વાંચો: ગુજરાત: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા












