ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

આજથી શરૂ થશે GST કાઉન્સિલની બેઠક, ચાર સ્લેબને બદલે પાંચ અને 18 ટકાના બે જ સ્લેબ રાખવાનો પ્રસ્તાવ

નવી દિલ્હી, 3 સપ્ટેમ્બર, 2025: વડાપ્રધાને ચાલુ વર્ષે લાલ કિલ્લા પરથ કરેલી જાહેરાતમા જણાવ્યું હતુ કે દિવાળી પૂર્વે સામાન્ય જનતાને મોટી ભેટ આપવામા આવશે. તેના પગલે આજે નવી દિલ્હી ખાતે GSTની બે દિવસીય બેઠકનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. બેઠકમાં માખણથી લઇને ઇલેક્ટ્રોનિક્સ સુધીની દૈનિક જરૂરિયાતની વસ્તુઓ પર જીએસટીનો દર ઘટાડવા માટે જીએસટીના મહત્ત્વકાંક્ષી સુધારાઓ પર વિચાર કરવામાં આવશે. આ બેઠકમાં કેન્દ્ર ઇલેક્ટ્રિક વાહનો પર પાંચ ટકા જીએસટી નાખવા માટે દબાણ કરે તેવી શક્યતા છે.

કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સિતારમણન અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં તમામ રાજ્યોના નાણાંપ્રધાનો પણ હાજર રહેશે. પ્રસ્તાવ મુજબ સરકાર જીએસટીના ચાર સ્લેબને બદલે ૫ અને ૧૮ ટકાના બે જ સ્લેબ રાખવા માંગે છે. સરકાર ૧૨ અને ૨૮ ટકાનો સ્લેબ રદ કરવા માંગે છે. આ પ્રસ્તાવમાં કેટલીક વસ્તુઓ પર સ્પેશિયલ ૪૦ ટકા જીએસટી નાખવાની યોજના છે.

ટેક્સ સ્લેબમાં ઘટાડો અને તેના કારણે થનારા ભાવ ઘટાડાનું સ્વાગત કરવામાં આવ્યું છે. જો કે વિપક્ષી દળો દ્વારા શાસિત રાજ્યોએ આ ફેરફારને કારણે થનારા આવકના નુકસાનની ભરપાઇ કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે 5,12,18 અને 28 ટકાના જીએસટીના ચાર સ્લેબનો અમલ 1 જુલાઇ, 2017થી કરવામાં આવ્યો હતો. તે સમયે કેન્દ્ર અને રાજ્યો એક્સાઇઝ ડયુટી અને વેટ સહિતના કરોને એક સમાન ટેક્સમાં સમાવિષ્ટ કરવા સંમત થયા હતાં. ઉલ્લેખનીય છે કે ૧૨ અને ૨૮ ટકાના સ્લેબને દૂર કરવા અને સામાન્ય માણસને લાભ થાય તે માટે ટેક્સનો દર ઘટાડવાના કેન્દ્રના પ્રસ્તાવને મંત્રીઓના જૂથે સંમતિ આપી છે.

કેન્દ્ર સરકારના પ્રસ્તાવ મુજબ હાલમાં 12 ટકાના સ્લેબમાં આવતી 99 ટકા વસ્તુઓને પાંચ ટકા સ્લેબમાં આવરી લેવામાં આવશે. જ્યારે 28 ટકા સ્લેબમાં આવતી 90 ટકા વસ્તુઓ 18 ટકા સ્લેબમાં આવરી લેવામાં આવશે. ત્યારે ટીવી, વોશિંગ મશીન અને રેફ્રરિજરેટરને 28 ટકાના સ્લેબમાંથી 18 ટકાના સ્લેબમાં લઇ જવાનો પ્રસ્તાવ છે. તમાકુ, પાન મસાલા અને સિગારેટ જેવી વસ્તુઓને સ્પેશિયલ 40 ટકા રેટવાળા સ્લેબમાં લઇ જવાની શક્યતા છે.

ઘી, ડ્રાય ફ્રૂટ, પીવાનું પાણી (20 લિટર), નમકીન, ફૂટવેર, દવાઓ, મેડિકલ ઉપકરણોને 12 ટકાના સ્લેબમાંથી પાંચ ટકાના સ્લેબમાં લઇ જવાનો પ્રસ્તાવ છે. પેન્સિલ, સાયકલ, છત્રીઓ, હેર પિનને પણ પાંચ ટકા સ્લેબમાં લઇ જવાનો પ્રસ્તાવ છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પ રાજીનામું નથી આપતા..! અમેરિકી પ્રમુખ લઈ શકે છે આ મોટો નિર્ણય, જાણો US મીડિયામાં શું ચર્ચા થઈ રહી છે?

Back to top button