50551 રન, 167 સદી અને 732 વિકેટ, આ ખેલાડીએ બનાવ્યો અવિશ્વસનીય રેકોર્ડ

Sports : ક્રિકેટની દુનિયાના સૌથી મહાન અજાયબીઓમાંના એક વિશે જાણીને ચાહકો દંગ રહી જશે. એક એવો બેટ્સમેન છે જેણે પોતાની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ કારકિર્દીમાં 167 સદી ફટકારી છે. એટલું જ નહીં, તેણે 50,551 રન પણ બનાવ્યા. તેનાથી પણ વધુ નોંધપાત્ર વાત એ છે કે, આ ક્રિકેટર 48 વર્ષની ઉંમર સુધી ક્રિકેટ રમ્યા હતા.
આ બેટ્સમેને 167 સદી અને 50,551 રન બનાવ્યા
ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન વોલી હેમન્ડે પોતાની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ કારકિર્દી દરમિયાન 50,551 રન બનાવ્યા. તેણે 167 સદી પણ ફટકારી. ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન વોલી હેમન્ડનો રન અને સદીનો રેકોર્ડ સમુદ્ર જેટલો વિશાળ છે. તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 167 સદી અને 158 અડધી સદી ફટકારી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ અશક્ય વિશ્વ રેકોર્ડ ક્યારેય તૂટશે નહીં
વોલી હેમન્ડનો જન્મ 19 જૂન 1903ના રોજ થયો હતો. વોલી હેમન્ડે 1920માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું અને 1951 સુધી રન અને સદી ફટકારતા રહ્યા. સર જેક હોબ્સે 48 વર્ષની ઉંમર સુધી ક્રિકેટ રમ્યું હતું, જેમાં 56.10ની ફર્સ્ટ ક્લાસ એવરેજ હતી. વોલી હેમન્ડે 24 ડિસેમ્બર 1927ના રોજ દક્ષિણ આફ્રિકા સામે પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી હતી.
20 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા
24 ડિસેમ્બર 1927ના રોજ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ડેબ્યૂ કરનાર વોલી હેમન્ડ 20 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રિય રહ્યા. તેમણે માર્ચ 1947માં ન્યુઝીલેન્ડ સામે પોતાની છેલ્લી ટેસ્ટ અને આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. વોલી હેમન્ડે ૮૫ ટેસ્ટ મેચમાં 7,249 રન બનાવ્યા હતા, જેમાં 22 સદી અને 24 અડધી સદીનો સમાવેશ થાય છે. તેમનો શ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર 336 હતો. વોલી હેમન્ડનું 1 જુલાઈ 1965ના રોજ 62 વર્ષની વયે અવસાન થયું.
આ પણ વાંચો : “પતિદેવ રાજ” ફરી ચર્ચામાં, સરખેજ વોર્ડ સંકલન સમિતિની બેઠકમાં મહિલા કોર્પોરેટરો ગાયબ, પતિઓ હાજર!












