સોનું થયું સસ્તું: ખરીદનારાઓને થઈ રાહત: જાણો આજનો લેટેસ્ટ દર

નવી દિલ્હી, 24 એપ્રિલ, 2025: સોનાના ભાવમાં રોજ વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. 2 દિવસમાં સોનાનો ભાવ 1 લાખને પાર પહોંચી ગયો હતો જે બાદ હવે સોનાના ભાવમાં આજે ઘટાડો થયો છે. 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹10 ઘટીને ₹96,075 થયો છે. અગાઉ 10 ગ્રામ સોનાનો ભાવ ₹96,085 હતો. અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો, અઠવાડિયા દરમિયાન વધઘટ જોયા પછી, આજે એક કિલો ચાંદીનો ભાવ ₹1,003 વધીને ₹97,616 પ્રતિ કિલો થયો છે.
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90,140 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,340 રૂપિયા છે. આજે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ભાવનગર જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો છૂટક ભાવ 10 ગ્રામ દીઠ 90,190 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 98,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
માર્ચમાં દેશની સોનાની આયાત 192.13 ટકા વધીને 4.47 અબજ ડોલર થઈ ગઈ. નાણાકીય વર્ષ 2024-25માં સોનાની આયાત 27.27 ટકા વધીને $58 બિલિયન થઈ છે. નાણાકીય વર્ષ 2023-24માં તે 45.54 અબજ ડોલર હતું. માર્ચમાં ચાંદીની આયાત 85.4 ટકા ઘટીને 119.3 મિલિયન ડોલર થઈ હતી. નાણાકીય વર્ષ 2024-25માં આ 11.24 ટકા ઘટીને 4.82 અબજ ડોલર થયું છે.
આ પણ વાંચો..વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપની આર્સેલરમાંથી 600 કર્મચારીઓની કરાશે છટણી












