સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો: જાણો આજનો લેટેસ્ટ ભાવ

નવી દિલ્હી, ૨૮ મે ૨૦૨૫: લગ્નની સિઝનમાં સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, અથવા સોના અને ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આજે તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. આજે 28 મેના રોજ દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 10 ગ્રામનો ભાવ 97,620 રુપિયા થયો છે. તેમજ 22 કેરેટ સોનાનો ભાવ 89,490 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે. એટલે કે ગઈકાલની સરખામણીમાં આજે પણ 22 અને 24 કેરેટ સોનાનો ભાવ ઘટી ગયો છે.
બુલિયન બજારમાં આજે સોનાના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. મુંબઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ, અને ચેન્નાઈ જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનું 97,470 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચ્યું છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 89,340 પર છે.
ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે 10ગ્રામ સોનું 97,520 રુપિયા પર છે તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ 89,390 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. આજે 28 મેના રોજ ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે આજે 1 કિલો ચાંદીનો ભાવ 99,900 રુપિયા પર પહોંચી ગયો છે.
આ પણ વાંચો : સવારે ખાલી પેટે જીરાનું પાણી પીશો તો થશે મોટા ફાયદા












