કામ છોડવાની મળી ‘સજા’? પતિને બંધક બનાવીને ઢોર માર માર્યો, તેની સામે જ પત્નીનું કર્યું સામૂહિક દુષ્કર્મ

તમિલનાડુ: 17 ડિસેમ્બર, 2025: Tamilnadu Crime: તમિલનાડુના શ્રીવૈકુંટમ વિસ્તારમાં માનવતાને લજવતી એક ઘટના સામે આવી છે. અહીં આસામથી કામની શોધમાં આવેલા એક પરપ્રાંતિય દંપતીને નિશાન બનાવી, પતિની હાજરીમાં જ 24 વર્ષીય મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી લેબર કોન્ટ્રાક્ટર અને બે સગીરોને ઝડપી પાડ્યા છે.
નોકરી છોડવા બદલ રસ્તામાં અટકાવ્યા અને અત્યાચાર કર્યો
પીડિત મહિલા અને તેનો પતિ શ્રીવૈકુંટમના અરસારકુલમમાં એક હોલો બ્લોક યુનિટમાં મજૂરી કરતા હતા. ઓછી મજૂરી અને પાયાની સુવિધાઓના અભાવે દંપતીએ કામ છોડવાનો નિર્ણય કર્યો હતો. તેઓ કેરળ જવા માટે ઓટો રિક્ષામાં નીકળ્યા હતા. આ વાતની જાણ થતા જ લેબર કોન્ટ્રાક્ટરે 16 અને 141 વર્ષના બે સગીર છોકરાઓ સાથે મળીને ઓટો રિક્ષાને અધવચ્ચે અટકાવી હતી. આરોપીઓ ઓટો ડ્રાઈવર સામે ખોટું બોલ્યા હતા કે દંપતીએ પૈસાની ચોરી કરી છે. ત્યારબાદ તેઓ દંપતીને નજીકના જંગલમાં ખેંચી ગયા હતા. જંગલમાં પતિને ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો અને તેની નજર સામે જ મહિલા પર ત્રણેય નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
હોસ્પિટલમાં સારવાર
ઘટના બાદ આરોપીઓ દંપતીને રોડ કિનારે ફેંકીને ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાને તિરુનેલવેલી સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. થૂથુકુડીના એસપી (SP) આલ્બર્ટ જોનના આદેશથી પોલીસે સોમવારે સવારે ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા. મુખ્ય આરોપીને પેરૂરાણી જેલમાં મોકલવામાં આવ્યો છે, જ્યારે બંને સગીરોને બાળ સુધાર ગૃહ (Child Welfare Home) મોકલી દેવાયા છે.
આ પણ વાંચોઃ સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? ભાજપે આ TMC સાંસદ પર આરોપ લગાવ્યો, વીડિયો કર્યો જાહેર
આ પણ વાંચોઃ Video: પહાડ પરથી અચાનક ગબડવા લાગી ગાડી…, મુસાફરોએ ચાલુ ગાડીમાંથી કૂદીને માંડ-માંડ બચાવ્યો જીવ












