ટ્રેન્ડિંગનેશનલ

Video: પહાડ પરથી અચાનક ગબડવા લાગી ગાડી…, મુસાફરોએ ચાલુ ગાડીમાંથી કૂદીને માંડ-માંડ બચાવ્યો જીવ

નવી દિલ્હી: 17 ડિસેમ્બર, 2025: પહાડોની સુંદરતા માણવી દરેકને ગમે છે, પરંતુ અહીં થયેલી એક નાની ભૂલ પણ કેટલી જીવલેણ સાબિત થઈ શકે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હિમાચલ પ્રદેશના પ્રખ્યાત હિલ સ્ટેશન ડેલહાઉસીમાં એક મોટી દુર્ઘટના ટળી છે, જેમાં અનેક પ્રવાસીઓના જીવ માંડૃમાંડ બચ્યા છે.

અચાનક પાછળ તરફ ગબડવા લાગી ગાડી

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે, પ્રવાસીઓથી ભરેલી એક ગાડી અચાનક પહાડી ઢળાવ પર પાછળની તરફ લપસવા લાગે છે. જ્યારે ગાડી પાછળ તરફ ગબડી રહી હતી ત્યારે તેમાં પ્રવાસીઓ સવાર હતા. એક ક્ષણ માટે એવું લાગ્યું કે હવે બચવું અશક્ય છે અને ગાડી સીધી ઊંડી ખીણમાં ખાબકશે.

કુદરતી બચાવ

સદનસીબે, પાછળ તરફ ગબડી રહેલી ગાડીને એક વૃક્ષે રોકી લીધી હતી. જો તે ઝાડ ન હોત તો ગાડી સીધી ખીણમાં પડી હોત અને મોટી જાનહાનિ થઈ શકી હોત.

પ્રવાસીઓની ભારે ભીડ વચ્ચે ઘટના

વર્ષના અંતિમ દિવસોમાં અને દિલ્હી-NCRમાં વધતા પ્રદૂષણને કારણે મોટી સંખ્યામાં લોકો પહાડો તરફ વળ્યા છે. ડેલહાઉસીમાં હાલ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, જે દરમિયાન આ ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. આ વીડિયો જોઈને પહાડો પર ફરવા જનારા લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

પહાડોમાં ડ્રાઇવિંગ માટે મહત્ત્વની શીખ

આ વીડિયો દરેક ડ્રાઇવર અને પ્રવાસી માટે એક ચેતવણી સમાન છે. પહાડી વિસ્તારોમાં ગાડી પાર્ક કરતી વખતે હંમેશા આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ:

  1. પથ્થરનો ઉપયોગ:ઢોળાવ પર જ્યારે પણ ગાડી ઊભી રાખો, ત્યારે પૈડાની પાછળ તરત જ એક મોટો પથ્થર મૂકવો જોઈએ.
  2. હેન્ડબ્રેક અને ગિયર:ગાડીમાં હેન્ડબ્રેક ખેંચવા ઉપરાંત તેને યોગ્ય ગિયરમાં રાખવી જોઈએ જેથી ટેકનિકલ ક્ષતિના કિસ્સામાં ગાડી સરકે નહીં.
  3. સાવચેતી:ડ્રાઇવિંગમાં સામાન્ય લાગતી આ ભૂલ પહાડોમાં જીવલેણ બની શકે છે.

 

Back to top button