ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

કોલંબો ટેસ્ટ પહેલાં ગંભીરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

IND vs SL: લગભગ 9-10 મહિના પહેલાં ટીમ ઇન્ડિયાને ઘરઆંગણે જ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. એક વર્ષની અંદર ઘરઆંગણે ટીમ ઇન્ડિયાની આ બીજી હાર હતી અને બંને હાર હેડ કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળમાં આવી હતી. ત્યારથી જ ગંભીરને ટેસ્ટ કોચિંગ પદ પરથી હટાવવાની માંગ થઈ રહી છે. જોકે, હવે શ્રીલંકાના પડકારજનક પ્રવાસ પર પહેલી જ ટેસ્ટ મેચ જીતીને ટીમ ઇન્ડિયાએ વાપસીની આશા જગાવી છે.

ગાલેમાં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ દબદબો જાળવીને 165 રનની શાનદાર જીત મેળવી હતી. હવે રવિવાર, 23 ઓગસ્ટથી ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના સિંહાલી સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ પર બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. આ મેચના બરાબર એક દિવસ પહેલાં પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીરે તેમના પર ઉઠી રહેલા સવાલો અને ટીમના પ્રદર્શન વિશે ખુલીને જવાબ આપ્યો હતો અને પૂરી મજબૂતાઈ સાથે પોતાનો બચાવ કર્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

‘બદલાવમાંથી પસાર થઈ રહ્યા છીએ, કેટલાક ઝટકા લાગશે’

ગંભીરના કોચ બન્યા પછી ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાએ સંઘર્ષ કરવો પડ્યો છે, પરંતુ ગંભીર આ વાત સાથે સહમત નથી. ગંભીરે સ્પષ્ટ કહ્યું કે ટીમ સંઘર્ષ નથી કરી રહી, રેન્કિંગ કોઈ મહત્વ નથી ધરાવતી. કોચે જણાવ્યું, “અમે સંઘર્ષ નથી કરી રહ્યા, રેન્કિંગ મહત્વની નથી. અમે એક બદલાવના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણને વચ્ચે-વચ્ચે ઝટકાઓ લાગશે, પરંતુ ઇંગ્લેન્ડ પ્રવાસથી જ આપણે સતત (સારું) ક્રિકેટ રમી રહ્યા છીએ.” એટલું જ નહીં, ગંભીરે પોતાના પર ઉઠી રહેલા સવાલો અંગે સ્પષ્ટ કર્યું કે તેમનું ધ્યાન સોશિયલ મીડિયાના વ્યુઝ અને લાઈક્સ પર નહીં, પરંતુ ટીમ ઇન્ડિયાને ટ્રોફી જીતાડવા પર છે.

આ પણ વાંચો :વિદેશ વેપાર નીતિમાં મોટો ફેરફાર: હવે ભારતીય રૂપિયામાં વેપાર કરવો થયો સરળ, નિકાસકારો માટે સરકારે લીધો મહત્વનો નિર્ણય

વિદેશમાં ટેસ્ટ સિરીઝ જીતવાની સોનેરી તક

ટેસ્ટ ફોર્મેટમાં કોચ તરીકે ગંભીર પર હંમેશાં ઘણું દબાણ રહ્યું છે, અને શ્રીલંકા સામેની આ ટેસ્ટ સિરીઝ જીતવાથી આ દબાણ કંઈક અંશે ઓછું થઈ શકે છે. ભારતીય ટીમે ગાલેમાં જીત મેળવીને સારી શરૂઆત કરી છે. હવે કોલંબોમાં ટીમ પાસે આ સિરીઝ પોતાના નામે કરવાની સોનેરી તક છે. જો ભારતીય ટીમ આમાં સફળ રહે છે, તો ગંભીરના કોચિંગ હેઠળ વિદેશની ધરતી પર ટીમ ઇન્ડિયાની આ પહેલી ટેસ્ટ સિરીઝ જીત હશે.

આ પણ વાંચો :મેચ દરમિયાન તસ્કીનની હરકતથી હેઝલવુડ ગુસ્સે, જુઓ વાયરલ વીડિયો

Back to top button