વિદેશ વેપાર નીતિમાં મોટો ફેરફાર: હવે ભારતીય રૂપિયામાં વેપાર કરવો થયો સરળ, નિકાસકારો માટે સરકારે લીધો મહત્વનો નિર્ણય
Foreign Trade Policy: ભારત સરકારે વિદેશ વેપાર નીતિ (Foreign Trade Policy – FTP) ના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. આ ફેરફારોના કારણે હવે દેશના નિકાસકારો (Exporters) માટે વિદેશી વેપારનું ઈનવોઈસ (બિલ) ભારતીય રૂપિયામાં બનાવવું અને રૂપિયામાં જ ચુકવણી મેળવવી વધુ સરળ બનશે. સરકારના આ પગલાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય રૂપિયાનો ઉપયોગ વધશે અને ગ્લોબલ ટ્રેડમાં રૂપિયો વધુ મજબૂત થશે. ઉદ્યોગ જગત (CII) દ્વારા સરકારના આ નિર્ણયનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે.
રૂપિયામાં પેમેન્ટ મેળવવું થશે સરળ
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) ના નવા નોટિફિકેશન મુજબ, હવે નિકાસકારો માટે વિદેશી ટ્રાન્ઝેક્શનનું ઇનવોઇસિંગ અને ભારતીય રૂપિયામાં ચુકવણી મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) ના નેશનલ કમિટી ઓન EXIM ના ચેરમેન અને પૅટન ઇન્ટરનેશનલના MD સંજય બુધિયાએ જણાવ્યું હતું કે, ભારતીય ઉદ્યોગ જગત ભારતની વિદેશી વેપાર પ્રણાલીને સરળ અને આધુનિક બનાવવાના સરકારના પ્રયાસોને આવકારે છે. આ નિર્ણયથી નિકાસકારોને વધુ ફ્લેક્સિબિલિટી અને નિશ્ચિતતા મળશે.
એક્સપોર્ટ ઓબ્લિગેશન પૂર્ણ કરવામાં મળશે મદદ
આ નવા નિયમ હેઠળ નિકાસકારોને નીચે મુજબના મુખ્ય ફાયદાઓ થશે:
- FTP લાભોમાં સમાનતા: નેપાળ અને ભૂટાન સિવાય માન્ય બેંકિંગ ચેનલો દ્વારા ભારતીય રૂપિયામાં મેળવેલી નિકાસ કમાણી હવે FTP (Foreign Trade Policy) ના તમામ લાભો મેળવવા માટે પાત્ર ગણાશે.
- વિદેશી મુદ્રા સમકક્ષ ગણતરી: રૂપિયામાં થયેલી કમાણીને વિદેશી હૂંડિયામણ (Foreign Exchange) ની જેમ જ ‘એક્સપોર્ટ ઓબ્લિગેશન’ (નિકાસ દાયિત્વ) પૂરા કરવામાં ગણવામાં આવશે.
- ઈનવોઈસિંગની સ્વતંત્રતા: એશિયન ક્લિયરિંગ યુનિયન (ACU) બહારના દેશો સાથેના વેપારમાં નિકાસકારો હવે પોતાની પસંદગી મુજબ કોઈ પણ વિદેશી ચલણ અથવા ભારતીય રૂપિયામાં કોન્ટ્રાક્ટ નક્કી કરી શકશે.
આ પણ વાંચોઃ આશ્વર્ય : જમીનમાલિક પર 6.82 કરોડના વેચાણ પર 3.41 કરોડનો કર વસૂલાયો, ITAT અમદાવાદે વધારાનો ટેક્સ કર્યો માફ
FEMA અને RBI ના નિયમો સાથે સુમેળ
આ નીતિને ફેમા (FEMA) અને ભારતીય રિઝર્વ બેંક (RBI) ના નિયમો સાથે સુસંગત બનાવવામાં આવી છે, જેથી રૂપિયામાં આંતરરાષ્ટ્રીય લેવડ-દેવડ અંગેની અનિશ્ચિતતાઓ દૂર થઈ શકે. જોકે, એશિયન ક્લિયરિંગ યુનિયનના દેશો જેવા કે નેપાળ અને ભૂટાન માટે અલગથી વિશિષ્ટ જોગવાઈઓ અમલમાં રહેશે.
આ પગલું આંતરરાષ્ટ્રીય વેપારમાં ડોલર પરની નિર્ભરતા ઘટાડવા અને ભારતીય રૂપિયાને ગ્લોબલ કરન્સી તરીકે સ્થાપિત કરવાની દિશામાં ભારતનું એક મોટું કદમ માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ PM મોદીની ભાજપની નવી ટીમ સાથે બેઠક, અધિકારીઓને સંબોધિત કરશે












