ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

મનમોહનથી લઇને મોદી સરકાર સુધી, જાણો 18 વર્ષમાં સોનાનો ભાવ ક્યાંથી ક્યાં પહોંચ્યો

નવી દિલ્હી, 23 એપ્રિલ, 2025: સોનું હાલમાં રોકાણકારો માટે સૌથી સુરક્ષિત રોકાણનું સાધન છે, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં હલચલને કારણે ડરનો માહોલ છે ત્યારે રોકાણકારો સોનાને સૌથી સુરક્ષિત માનીને તેમાં રોકાણ કરી રહ્યા છે. તેજ કારણ છે કે 22 એપ્રિલ 2025ના રોજ એટલે કે ગિકાલે જ સોનાની કિંમત રૂ. 1 લાખ પાર થઇને ઐતિહાસિક મથાળુ બનાવ્યું હતું. જોકે, પહેલા એવા આશા હતી કે આ મહિનાના અંત સુધીમાં સોનાના ભાવમાં ઊછાળો આવશે.

જો છેલ્લા 18 વર્ષોની વાત કરીએ તો સોનાની કિંમતમાં અત્યાર સુધીમાં રૂ. 90 હજારનો વધરો થયો છે. ત્યારે મનમોહન સિંહથી લઇને નરેન્દ્ર મોદીના શાસનકાળમાં સોનું કેટલુ ક્યારે વધ્યુ છે તે જોઇએ.

ભારતમાં 2007થી 2025 સુધી સોનાની કિંમતઃ

વર્ષ કિંમત [24 કેરેટ પ્રતિ 10 ગ્રામ]
2007 રૂ. 10,800
2008 રૂ. 12,500
2009 રૂ. 14,500
2010 રૂ. 18,500
2011 રૂ. 26,400
2012 રૂ. 31,050
2013 રૂ. 29,600
2014 રૂ. 28,007
2015 રૂ. 26,344
2016 રૂ. 28,624
2017 રૂ. 29,668
2018 રૂ. 31,438
2019 રૂ. 35,220
2020 રૂ. 48,651
2021 રૂ. 48,720
2022 રૂ. 52,670
2023 રૂ. 65,330
2024 રૂ. 77,560
2025 રૂ. 1,00,000

શું છે કારણ

સોનાની વધતી કિંમતના કારણો પર નજર કરીએ તો આ સમયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને કારણે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ચાલી રહી છે. બે આર્થિક મહાસત્તાઓ વચ્ચેના આ વેપાર યુદ્ધ અને ડોલરના મૂલ્યમાં ઘટાડાથી રોકાણકારોને સોના પર આધાર રાખવાની ફરજ પડી છે.

બજારમાં અનિશ્ચિતતા ઉપરાંત અમેરિકન અર્થતંત્ર માટે મંદીનો ખતરો પણ ઉભો થયો છે. જો અમેરિકામાં મંદી આવશે તો તેની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2 એપ્રિલે ટેરિફની જાહેરાત કરી ત્યારથી જ વિશ્વભરના શેરબજારોમાં અરાજકતા જોવા મળી રહી છે. જોકે, ટ્રમ્પે 90 દિવસ માટે ટેરિફ પર બ્રેક મુક્યા બાદ બજાર સુધર્યું છે. જોકે, સોનાના ભાવ વધવાનું એક કારણ ભારતમાં લગ્નની સિઝન છે, જે દરમિયાન તેની માંગ વધુ વધે છે.

નિષ્ણાતો જણાવે છે કે, “આ વર્ષે, વેપાર તણાવ, વ્યાજદરમાં કાપની અપેક્ષાઓ, ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાઓ અને ડોલરમાં ઘટાડાને કારણે સોના અને ચાંદીના ભાવમાં ઘણી વોલેટિલિટી જોવા મળી છે. સોનું અત્યાર સુધીમાં 25 ટકાથી વધુ વધ્યું છે, જેમાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના એપ્રિલ 2 પર ટેરિફની જાહેરાત બાદ 6%નો વધારો પણ સામેલ છે.”

આ પણ વાંચોઃ પહલગામ આતંકી હુમલો: સઉદી અરબથી પરત ફરતા જ એક્શન મોડમાં પીએમ મોદી, એરપોર્ટ પર તાત્કાલિક મિટિંગ બોલાવી

Back to top button