પહલગામ આતંકી હુમલો: સઉદી અરબથી પરત ફરતા જ એક્શન મોડમાં પીએમ મોદી, એરપોર્ટ પર તાત્કાલિક મિટિંગ બોલાવી

નવી દિલ્હી:સઉદી અરબથી દિલ્હી પરત ફરતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક્શન મોડમાં આવી ગયા છે. પીએમ મોદીએ પહલગામ આતંકી હુમલાને લઈને વિદેશ મંત્રી એસ. જયશંકર, એનએસએ અજીત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને અન્ય અધિકારીઓ સાથે એક સંક્ષિપ્ત બેઠક યોજી છે. આ બેઠક એરપોર્ટ પર જ થઈ હતી. તેઓ સુરક્ષા મામલા પર થનારી કેબિનેટની બેઠકમાં પણ ભાગ લેશે.
મંગળવારે પીએમ મોદીએ સાઉદી અરેબિયાથી જ કાશ્મીરની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. પીએમ મોદી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલા અંગે પણ ચર્ચા થઈ. મોહમ્મદ બિન સલમાને આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. આ દરમિયાન, બંને દેશોના નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની સહ-અધ્યક્ષતા કરી, જેનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેની મિત્રતાને વધુ મજબૂત બનાવવાનો છે.
મંગળવારે બે દિવસની મુલાકાતે જેદ્દાહ પહોંચેલા પીએમ મોદીએ કાશ્મીરની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ક્રાઉન પ્રિન્સ સાથેની તેમની નિર્ધારિત મુલાકાત લગભગ બે કલાક મોડી કરી હતી. આતંકવાદીઓએ પહેલગામમાં 26 લોકોની હત્યા કરી હતી, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. આ હુમલો 2019 માં પુલવામા હુમલા પછી ખીણમાં સૌથી ઘાતક હુમલો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ સઉદી ક્રાઉન પ્રિન્સ સાથે દ્વીપક્ષીય વાર્તા કરી, પણ સત્તાવાર રાત્રિભોજમાં જોડાયા નથી અને પોતાની યાત્રા ટૂંકાવીને મંગળવારે પીએમ મોદી નવી દિલ્હી પરત ફર્યા છે.
પ્રધાનમંત્રી મોદી બે દિવસીય પ્રવાસ માટે સઉદી ગયા હતા. બુધવારે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠકમાં પીએમ મોદી સામેલ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરથી હાઈ લેવલ મિટિંગમાં જોડાયા. આતંકીઓએ પર્યટકોના એક ગ્રુપને ટાર્ગેટ બનાવ્યું, જેમાં લગભગ 26 લોકોના મોતની આશંકા છે.
આ પણ વાંચો: વોલસ્ટ્રીટમાં ઊછાળા પાછળ નિફ્ટી, સેન્સેક્સ ઊંચા ખુલવાની ધારણા












