ગાઝા હુમલામાં અલ જઝીરાના 5 પત્રકારોના મૃત્યુ, ઈઝરાયલે આતંકી હોવાનો દાવો કર્યો

11, ઓગસ્ટ 2025: ઇઝરાયલ ગાઝા પટ્ટી પર સતત હુમલા કરી રહ્યું છે. ઇઝરાયલી હુમલામાં અલ જઝીરા ન્યૂઝ ચેનલના 5 પત્રકારો પણ માર્યા ગયા હતા. આ વાતની પુષ્ટિ ખુદ અલ જઝીરા દ્વારા કરવામાં આવી છે. ગાઝા શહેરમાં અલ-શિફા હોસ્પિટલ નજીક ઇઝરાયલી હુમલામાં અલ જઝીરાના આ 5 પત્રકારો માર્યા ગયા હતા.
આ પત્રકારો હોસ્પિટલની બહાર એક તંબુમાં રહેતા હતા
પ્રસારણકર્તા અનુસાર, માર્યા ગયેલા પત્રકારોમાં અલ જઝીરાના સંવાદદાતા અનસ અલ-શરીફ અને મોહમ્મદ કારિકેહ, તેમજ કેમેરામેન ઇબ્રાહિમ ઝહીર, મોમેન અલીવા અને મોહમ્મદ નૌફલનો સમાવેશ થાય છે. અલ જઝીરાએ અહેવાલ આપ્યો છે કે તેઓ અલ-શિફા હોસ્પિટલના મુખ્ય દરવાજાની બહાર પ્રેસ માટે ગોઠવાયેલા તંબુમાં રહેતા લોકોમાંના એક હતા. ઇઝરાયલી સેનાએ આ તંબુને નિશાન બનાવ્યો અને હુમલો કર્યો અને 5 પત્રકારો માર્યા ગયા.
🎯STRUCK: Hamas terrorist Anas Al-Sharif, who posed as an Al Jazeera journalist
Al-Sharif was the head of a Hamas terrorist cell and advanced rocket attacks on Israeli civilians and IDF troops.
Intelligence and documents from Gaza, including rosters, terrorist training lists and… pic.twitter.com/ypFaEYDHse— Israel Defense Forces (@IDF) August 10, 2025
તે પત્રકાર હોવાનો ડોળ કરી રહ્યા હતા – ઇઝરાયલ
હુમલા પછી તરત જ, ઇઝરાયલી સેનાએ એક નિવેદનમાં અનસ અલ-શરીફને નિશાન બનાવ્યાની કબૂલાત કરી. ઇઝરાયલી સેનાએ એવો પણ દાવો કર્યો હતો કે અલ-શરીફે પત્રકાર હોવાનો ડોળ કર્યો હતો. તે હમાસ સાથે હતો. ઇઝરાયલે અલ જઝીરાના પત્રકારને આતંકવાદી ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તે હમાસમાં આતંકવાદી સેલના વડા તરીકે કામ કરતો હતો.
અલ-શરીફે ઇઝરાયલી નાગરિકો પર રોકેટ હુમલા કર્યા
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું, ‘હમાસ આતંકવાદી અનસ અલ-શરીફ, જે પોતાને અલ જઝીરા પત્રકાર તરીકે ઓળખાવતો હતો. તે હમાસ આતંકવાદી જૂથનો વડા હતો અને તેણે ઇઝરાયલી નાગરિકો અને IDF સૈનિકો પર રોકેટ હુમલા કર્યા હતા.’
આ પણ વાંચો: દિલ્હીમાં સાંસદો માટે બનેલા બહુમાળીય 184 ફ્લેટનું પીએમ મોદી આજે ઉદ્ધાટન કરશે












