કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રીબડામાં જયદીપસિંહ જાડેજાના પેટ્રોલપંપ પર ફાયરિંગ

ગોંડલ 25 જુલાઈ 2025: ગોંડલ અને રીબડાના બે બાહુબલી ક્ષત્રિય જૂથ વચ્ચે છેલ્લા ઘણા સમયથી રાજકારણ અને રાજકોટ પંપમાં પોતાનો દબદબો અને મસલ્સ પાવર બતાવવા માટે ધમાસણ ચાલી રહ્યું હોય અને અવારનવાર સામસામે આક્ષેપો અને પ્રતિ આક્ષેપનું શાબ્દિક યુદ્ધ છેડાઈ રહ્યું હોય તેવા સંજોગોમાં ગતરાત્રિના રિબડા ખાતે અનિદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપપં પર ડબલ સવારી બાઇક પર આવેલી બુકાનીધારી બેલડી ફાયરિંગ કરી નાસી છૂટતા સનસનાટી મચી જવા પામી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રીબડા ખાતે જયદીપસિંહ ભગીરથસિંહ જાડેજાના રીબડા પેટ્રોલિયમમાં ગત મોડી રાત્રીના એક વાગ્યા આસપાસ બાઈક પર આવેલી અજાણ્યા બુકાનીધારી બેલડીએ પેટ્રોલ પંપની ઓફિસના કાચ પર એક રાઉન્ડ ફાયરિંગ કરી બેલડી નાસી છૂટતા પેટ્રોલપંપના કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

આ ઘટના અંગે પેટ્રોલપંપમાં ફરજ બજાવતા મેનેજર જગદીશસિંહ ગોહિલએ પ્રથમ જયદીપસિંહ અને અનિદ્ધસિંહના દીકરા સત્યજીતસિંહ જાડેજાને ફોન કરી ઘટના અંગેની જાણ કરતા તેઓ પેટ્રોલ પપં ખાતે દોડી આવ્યા હતા અને ઘટના અંગેની તાલુકા પોલીસને જાણ કરાતા પીઆઈ એડી પરમાર પીએસઆઈ રાજદિપસિંહ જાડેજા સહિતનો કાફલો તેમજ એલસીબીની ટીમો તાત્કાલિક રીબડા પેટ્રોલપંપ ખાતે દોડી ગયા હતા. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા ફાયરિંગની ઘટના રાત્રિના એક વાગ્યા આસપાસની હોવાનું અને પેટ્રોલ પપંખાતે મેનેજર જગદીશ ગોહિલ તેમજ ફિલરમેન જાવેદ ખોખર બને પેટ્રોલપંપની ઓફિસમાં હતા તે દરમિયાન ડબલ સવારી બાઈક પર આવેલ બુકાની ધારી બે અજાણ્યા શખ્સોએ પં૫ની ઓફિસના કાચ પર ફાયરિંગ કરી જોત જોતામાં નાસી ગયા હોવાનું પોલીસને જણાવ્યું હતું.

પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરતા ફાયરીંગ કરનારનઅજાણ્યા શખશો શાપર તરફથી આવ્યા બાદ ફાયરિંગ કરી પરત સાપર પર તરફ જતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. જેથી પેટ્રોલ પંપના ફિલરમેન જાવેદ રહીમભાઈ ખોખર ઉંમર વર્ષ ૩૮ રહે કોઠારીયા સોલવન્ટ વાળાની ફરિયાદ પરથી બે અજાણ્યા શખ્સો સામે આર્મસ એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ માણસો મોકલી ફાયરિંગ કરાવ્યાના ખુલ્લા આક્ષેપો અને શંકાઓ વ્યકત કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગત મોડી રાત્રીના એક વાગ્યાના સુમારે રીબડાના અનિદ્ધસિંહ જાડેજાના મોટાભાઈ ભગીરથસિંહ જાડેજાના પુત્ર જયદીપસિંહ જાડેજાના રીબડા પેટ્રોલિયમ ખાતે ફાયરીંગની ઘટનામાં પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરતા ફાયરીંગ થયાના પુરાવા એકત્ર કર્યા જેમાં એક કાર્ટિસનું ખાલી ખોખું ઘટના સ્થળેથી મળી આવતા કબજે કરવામાં આવ્યું હતું. રીબડા પેટ્રોલ પપં પર ફાયરિંગની ઘટનામાં ગોંડલ તાલુકા પોલીસ મથક ખાતે પેટ્રોલપંપના કર્મચારી એવા ફિલરમેન જાવેદ ખોખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં આ ફાયરિંગ ગોંડલના પૂર્વ ધારાસભ્ય એવા જયરાજસિંહ ડેમુભા જાડેજાએ અજાણ્યા માણસો મોકલી કરાવ્યું હોવાની શંકા અને આક્ષેપો કરતા ફરી રીબડા અને ગોંડલ બે બળીયા જૂથ વચ્ચે ચાલતા વર્ચસ્વની લડાઈએ ચકચાર જગાવી છે.

આ પણ વાંચો: પોરબંદરમાં સગીરા પર ચાર યુવકો દ્વારા ગેંગરેપ: કેફી પીણું પીવડાવી સામૂહિક દુષ્કર્મ

Back to top button