ઉત્તર ગુજરાતકૃષિખેતીગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બનાસકાંઠાના ડીસામાં રોડ નવીનીકરણના કામગીરીને લઈ ખેડૂતોમાં રોષ

બનાસકાંઠા 19 જુલાઈ 2025: બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં મુડેઠાથી ઉંબરીને જોડતા રોડના નવીનીકરણની કામગીરી દરમિયાન ખેડૂતોમાં તીવ્ર રોષ ફેલાયો છે. રોડની સાઈડમાં 10 ફૂટ ઊંડા ખાડા ખોદવામાં આવતા ખેડૂતો આક્રમક બન્યા છે અને તેમણે કામગીરી બંધ કરાવી દીધી છે. ખેડૂતોની માંગ છે કે ખાડા ખોદ્યા વિના રોડનું નવીનીકરણ કરવામાં આવે, કારણ કે આ ખાડાઓથી તેમની ખેતીની જમીન અને પાણીના સ્ત્રોતોને નુકસાન થવાની ભીતિ છે.
ખેડૂતોને ડર છે કે રોડની બાજુમાં ખોદાયેલા ઊંડા ખાડાઓથી તેમના ખેતરોમાં પાણીની સમસ્યા ઉભી થઈ શકે છે, જે આ વિસ્તારમાં પહેલેથી જ ભૂગર્ભજળના ઘટતા સ્તરને કારણે ચિંતાનો વિષય બની રહ્યો છે. આ ઉપરાંત, ખાડાઓથી ખેતરોની જમીન ધોવાણનો ભય પણ વધ્યો છે. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું કે, “અમારી જમીન અને પાણી બચાવવા માટે અમે આ કામગીરીનો વિરોધ કરી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે રોડનું કામ એ રીતે થાય કે અમારી ખેતીને નુકસાન ન થાય.”
આ ઘટનાને પગલે સ્થાનિક તંત્ર અને ખેડૂતો વચ્ચે ચર્ચા ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર ઉકેલ મળ્યો નથી. ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખીને રોડ નવીનીકરણની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે.
Back to top button