કચ્છમાં સવારથી વાતાવરણ પલટાયું: ભુજ સહિત ઝરમર વરસાદ ચાલુ: જુઓ VIDEO

ભુજ, 19 જુલાઇ 2025: Season એકાદ સપ્તાહના વિરામ બાદ ફરીથી ચોમાસુ સક્રિય થયું હોય તેમ શનિવારે સવારથી કચ્છમાં મેઘસવારી આવી પહોંચી છે. ખાસ કરીને જિલ્લા મથક ભુજમાં સૂર્યનારાયણના દર્શન થયા ન હતા અને વાદળોએ વરસવાનું શરૂ કરી દીધું હતું. ઝરમર વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક ફેલાઇ હતી.
પશ્ચિમ કચ્છ સહિતના ભાગોમાં અસર
ચોમાસાના બીજા રાઉન્ડ સમાન મેઘસવારી આવી હોય તો તેની અસર ભુજ ઉપરાંત પશ્ચિમ કચ્છના અબડાસા, માંડવી, લખપતમાં પણ ઝાપટની શરૂઆત થઇ છે. સવારના પહોરમાં વાતાવરણ પલટાયું હતુ અને ઝરમરથી ઝાપટા શરૂ થયા હતા.
પૂર્વ કચ્છમાં પણ ઝાપટા
પૂર્વ કચ્છના અંજાર, રાપર, ભચાઉ તાલુકામાં પણ વરસાદ શરૂ થયો હતો. અંજાર તાલુકાના ગામોમાં ઝાપટા પડતા રસ્તાઓ ભીના થયા હતા અને કેટલાક સ્થળે સામાન્ય પાણી ભરાયા હતા. ભીમાસર, કીડિયાનગર, ભચાઉ સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પણ સામાન્ય પાણી વરસી ગયું હતું.
આ પણ વાંચો:ઓગસ્ટ મહિનો આ પાંચ રાશિઓ માટે શુભ રહેશે, મળશે પોઝિટિવ રિઝલ્ટ
આ પણ વાંચો:BISની મહત્વની જાહેરાત, 9 કેરેટ સોનામાં પણ હોલમાર્કનો નિયમ લાગુ કર્યો












