ભયાનક અકસ્માતમાં ફેમસ અભિનેતાનું મોત: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ

મલયાલમ મનોરંજન ઉદ્યોગમાંથી એક મોટા સમાચાર આવ્યા છે જેણે સમગ્ર ઉદ્યોગને શોકમાં ડૂબાડી દીધો છે. લોકપ્રિય મલયાલમ ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા સંતોષ કે. નાયરનું અવસાન થયું છે. મંગળવારે સવારે કેરળના અદૂરમાં એક માર્ગ અકસ્માતમાં સંતોષનું દુઃખદ મૃત્યુ થયું હતું. સંતોષ તેમની પત્ની રાજલક્ષ્મી સાથે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમનું વાહન એક ટ્રક સાથે અથડાયું હતું, જેમાં અભિનેતાનું મૃત્યુ થયું હતું અને રાજલક્ષ્મી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. રાજલક્ષ્મીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.
સંતોષ કે. નાયરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ
સંતોષ કે. નાયર તેમની પત્ની રાજલક્ષ્મી સાથે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે કેરળના અદૂરમાં તેમનું વાહન એક ટ્રક સાથે અથડાયું હતું. મંગળવારે સવારે લગભગ 6:30 કલાકે પુડુસેરી વિસ્તારમાં અદૂર ઈનાથ નજીક એમસી રોડ પર આ અકસ્માત થયો હતો. સંતોષ તેમની પત્ની રાજલક્ષ્મી સાથે ઇનોવા કારમાં હતા. અચાનક, અભિનેતાની કાર નિયંત્રણ બહાર નીકળી ગઈ અને સામેથી આવી રહેલા પાર્સલ ટ્રક સાથે અથડાઈ. ટક્કરમાં કારને ભારે નુકસાન થયું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ટ્રક ડ્રાઈવરને પણ થયો ઈજાગ્રસ્ત
અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, અભિનેતાને બહાર કાઢ્યા અને તેમને અદૂરની લાઈફલાઈન હોસ્પિટલમાં દાખલ કર્યા. જોકે, તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ડોકટરો તેમને બચાવી શક્યા ન હતા. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. તેમની પત્ની હજુ પણ સારવાર હેઠળ છે. અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર પણ ઘાયલ થયો હતો. સંતોષ નાયરના નિધનના સમાચારથી સમગ્ર ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.
અસંખ્ય ફિલ્મો અને ટીવી શોમાં લીધો હતો ભાગ
સંતોષ કે. નાયર લાંબા સમયથી મલયાલમ ફિલ્મ અને ટીવી ઉદ્યોગમાં સક્રિય હતા અને દર્શકોમાં એક પરિચિત ચહેરો બની ગયા હતા. તેમણે તેમના સમગ્ર કારકિર્દી દરમિયાન 100થી વધુ ફિલ્મો અને ઘણા ટીવી શોમાં અભિનય કર્યો હતો. તેમની છેલ્લી ફિલ્મ, “મોહિનીઅટ્ટમ” ને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હોવાનું જાણવા મળે છે. આ અકસ્માતે તેમના પરિવાર, મિત્રો અને ચાહકોને આઘાત પહોંચાડ્યો છે.
આ પણ વાંચો : Gajlaxmi Rajyog 2026: વર્ષો બાદ ગુરૂ-શુક્ર આવશે સાથે, 14 મેથી ચમકશે ભાગ્ય












