શું ખરેખર પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા? વાયરલ થયેલો સરકારી આદેશ નીકળ્યો ફેક

Fact Check: સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારાને લઈને એક કથિત સરકારી આદેશ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પેટ્રોલના ભાવમાં 10 રૂપિયા અને ડીઝલમાં 12.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, તપાસ કરતા આ માહિતી સંપૂર્ણપણે ભ્રામક અને ખોટી સાબિત થઈ છે.
PIB ફેક્ટ ચેકમાં ખુલી પોલ
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ પત્રની તપાસ કરી હતી. PIB ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું છે કે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા આવો કોઈ જ આદેશ જાહેર કરવામાં આવ્યો નથી. વાયરલ થઈ રહેલો દસ્તાવેજ તદ્દન બનાવટી અને નકલી છે.
🚨FAKE NEWS!
An order circulating on social media claims to be issued by the Ministry of Petroleum and Natural Gas, stating that petrol and diesel prices have been increased by ₹10 and ₹12.50, respectively.#PIBFactCheck:
❌ This order is #FAKE .
✅ The Government of India… pic.twitter.com/tMmJa0Y4qA
— PIB Fact Check (@PIBFactCheck) April 29, 2026
સત્તાવાર સ્ત્રોત પર જ વિશ્વાસ કરો
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના માહોલ વચ્ચે આવી ખોટી અફવાઓ ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. PIB એ લોકોને અપીલ કરી છે કે આવી કોઈ પણ ગંભીર બાબત પર વિશ્વાસ કરતા પહેલા સત્તાવાર સરકારી સ્ત્રોતો પરથી ખાતરી કરો. જો તમને પણ આવો કોઈ શંકાસ્પદ મેસેજ મળે, તો તેને PIB ફેક્ટ ચેકના વોટ્સએપ નંબર કે ઈમેઈલ પર રિપોર્ટ કરી શકો છો.
અત્યાર સુધીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવો કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી, તેથી લોકોએ અફવાઓથી સાવધ રહેવું જોઈએ.
આ પણ વાંચોઃ જાણીતા ઉદ્યોગપતિના પુત્ર ચિંતન બીડીવાલા સામે પોલીસ ફરિયાદ, પૂર્વ પત્નીને પરેશાન કરી મૂકી
આ પણ વાંચોઃ 2020થી અત્યાર સુધી 88 વાઘોના મોતના કેસો હજુ સુધી ઉકેલાયા નથી, જેમાંથી ઘણાના કારણો અજ્ઞાત
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












