મોનાલિસાના નવા ફોટોશૂટે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, ફેન્સ થયા ફિદા
Bhojpuri Actress Monalisa : ભોજપુરી અભિનેત્રી મોનાલિસા પોતાના અભિનયની સાથે લુક્સને લઈને પણ સતત ચર્ચામાં રહે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીની તસવીરો જોઈને ફેન્સ તેના ખૂબ વખાણ કરે છે, પરંતુ આ વખતે તો પ્રશંસાનો અંદાજ જ બદલાઈ ગયો. મોનાલિસાની તાજેતરની તસવીર પર એક ફેને કમેન્ટ કરીને લખ્યું કે તે એકદમ કરિના કપૂર જેવી દેખાઈ રહી છે.

મોનાલિસાએ હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક ખાસ તસવીરો શેર કરી છે. તેમાં અભિનેત્રીએ સફેદ, પોલ્કા ડોટ પ્રિન્ટવાળું સ્લીવલેસ ટોપ અને કાળા રંગનું ઘૂંટણ સુધીનું લૂઝ શોર્ટ્સ પહેર્યું છે. આ સાથે તેણે પગમાં આછા વાદળી રંગના પટ્ટાવાળા ફ્લેટ સેન્ડલ પહેર્યા છે.

અભિનેત્રીની આ તસવીરો પર ફેન્સે ભરપૂર પ્રેમ વરસાવ્યો છે. શેર કરેલી તસવીરો પર એક યુઝરે કમેન્ટ કરી કે, “તમે દરેક પ્રકારના કપડાંમાં ખૂબ સુંદર લાગો છો.” જ્યારે બીજા એક યુઝરે લખ્યું, “એક પળ માટે મને લાગ્યું કે તમે કરિના કપૂર છો, ખબર નહીં કેમ! પણ તમે બિલકુલ તેમના જેવા જ લાગી રહ્યા છો.”

વર્કફ્રન્ટ: મોનાલિસા તાજેતરમાં તેના પતિ વિક્રાંત સિંહ રાજપૂત સાથે ‘ધ 50’ શોમાં સ્પર્ધક (કન્ટેસ્ટન્ટ) તરીકે જોવા મળી હતી. આ શોમાં તેના પરફોર્મન્સના પણ ખૂબ વખાણ થયા હતા.

મોનાલિસા અત્યાર સુધીમાં પોતાની કારકિર્દીમાં 200થી વધુ ફિલ્મો કરી ચૂકી છે. તેણે માત્ર ભોજપુરી જ નહીં પરંતુ હિન્દી, બંગાળી, કન્નડ, તેલુગુ, તમિલ અને ઓડિયા ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પણ વાંચો :તહેવારોમાં મીશો આપશે 10 લાખથી વધુ નોકરીઓ
આ પણ વાંચો :ખાંડના ભાવમાં અચાનક ઉછાળો કેમ? સરકારે ઇથેનોલ કનેક્શન પર આપ્યો જવાબ












