જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં અથડામણઃ જૈશ-એ-મોહમ્મદના આંતકવાદી સંતાયા હોવાની આશંકા

જમ્મુ-કાશ્મીરઃ 20 જુલાઈ, 2025: Jammu And Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના દચ્છન વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, આતંકવાદ સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આતંકવાદઓનું એક સમૂહ આ વિસ્તારમાં છુપાયા હોવાની આશંકા છે.
સુરક્ષા દળો પાસેથી મળતી માહિતી મુજબ, આ વિસ્તારોને ઘેરી લેવામાં આવ્યા છે અને સર્ચ ઓપરેશન હજુ શરૂ છે. અમુક સંતાયેલા આતંકવાદીઓને સુરક્ષા દળોએ ચારેય બાજુથી ઘેરી લીધા છે.
સુરક્ષા દળોએ કરી કાર્યવાહી
કિશ્તવાડમાં અથડામણન ઘટનાના એક દિવસ પહેલાં એટલે કે, શનિવારે જમ્મુ-કાશ્મીર પોલીસના કાઉન્ટર-ઇન્ટેલિજન્સ વિંગે આતંકવાદી ફન્ડિંગ અને ભરત મૉડ્યુલ સાથે જોડાયેલી એક અત્યંત સંવેદનશીલ મામલે મોટી કાર્યવાહી કરી હતી. જેમાં શ્રીનગર, પુલવામા, બડગામ અને ગંદરબલ જિલ્લાના 10 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ પાકિસ્તાનના નિર્દેશ પર આતંકવાદી પ્રવૃત્તિઓનું સંકલન, ભંડોળ પૂરું પાડવા અને ચલાવવાનો આરોપ છે.
તપાસમાં થયા ખુલાસા
આ તપાસમાં ખુલાસો થયો કે, તમામ શંકાસ્પદ એક વિશેષ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્લિકેશન દ્વારા સતત સંપર્કમાં હતા. આ એપ્લિકેશનનો ઉપયોગ આતંકવાદ સંગઠન દ્વારા રિક્રૂટમેન્ટ, ફન્ડિંગ અને હુમલાના સંકલન માટે કરવામાં આવતો હતો. આ સમગ્ર નેટવર્ક પાકિસ્તાન સ્થિત આતંકવાદી હેન્ડલર અબ્દુલ્લા ગાઝી દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું હતું, જે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો સાથે સંકળાયેલો છે.
આ પણ વાંચોઃ યૂકે અને માલદીવ પ્રવાસે જશે પીએમ મોદી, જાણો બંને દેશો સાથે કયા મુદ્દા પર ચર્ચા થશે?
આ પણ વાંચોઃ પૂર્વ કચ્છમાં બપોર બાદ ક્યાંક ઝાપટાં તો ક્યાંક ધોધમાર વરસાદ












